Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Playing with faith in Badrinath Dham? Burning accusations of donation theft on the temple committee!

VIDEO: ANDARNI VAAT / બદ્રીનાથ ધામમાં આસ્થા સાથે ખિલાડ? મંદિર સમિતિ પર લાગ્યા દાન ચોરીના સળગતા આક્ષેપો!

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તરાખંડના પવિત્ર ચારધામોમાંના એક એવા વિશ્વપ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાંથી એક અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. ભગવાન બદ્રીવિશાલના ભવ્ય મંદિરનું સંચાલન કરતી સંસ્થા બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ એટલે કે બીકેટીસીના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ પર શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા દાન-દક્ષિણાની ચોરી કરવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. આરોપ છે કે મંદિરમાં આવતા ગુપ્ત દાન અને કીમતી સામગ્રીની ગણતરી અને વ્યવસ્થાપનમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી રહી છે. આ સનાતન આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર ધામમાં દાનની રકમની અફરાતફરીના અહેવાલો વહેતા થતાં જ સ્થાનિક લોકો, પંડા-પુરોહિતો અને દેશભરમાંથી આવતા કરોડો શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે અને સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે..

App Store

આ ગંભીર આક્ષેપો બાદ મંદિર સમિતિની પારદર્શિતા સામે સવાલો ઉઠ્યા છે.. મામલાની ગંભીરતાને જોતાં વિપક્ષી દળો અને સ્થાનિક સંગઠનો દ્વારા આ સમગ્ર કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ તેજ બની ગઈ છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે શ્રદ્ધા સાથે થતી આવી છેતરપિંડી સાંખી લેવામાં નહીં આવે. બીજી તરફ, BKTC ના વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આક્ષેપોની તટસ્થ તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ દોષિત સાબિત થશે તો તેની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. હાલમાં આ વિવાદને કારણે બદ્રીનાથ ધામના તીર્થક્ષેત્રમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી