Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Nature's Fury in Doda, Flash Floods Damrole Chenab Valley, NH-244 Near Premnagar Stopped!

VIDEO: ANDARNI VAAT / ડોડામાં કુદરતનો પ્રકોપ, અચાનક આવેલા પૂરે ચેનાબ વેલીને ધમરોળી, પ્રેમનગર પાસે NH-244 થયો ઠપ્પ!

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે અચાનક આવેલી આકાશી આફતને પગલે સમગ્ર ચેનાબ ખીણનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે. પહાડી વિસ્તારોમાં થયેલા અવિરત વરસાદને કારણે પૂરના ધસમસતા પાણી પોતાની સાથે ભારે માત્રામાં કાટમાળ અને તોતિંગ પથ્થરો ઘસી લાવ્યા છે. આ પહાડી કાટમાળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-244 પર પ્રેમનગર પાસે જમા થઈ જતાં હાઈવે સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. સુરક્ષા અને અગમચેતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા હાઈવે પરનો વાહનવ્યવહાર તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવ્યો છે, જેના કારણે રોડની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને મુસાફરો અટવાયા છે.

App Store

 

ઘટનાની ગંભીરતાને જોતાં ટ્રાફિક પોલીસના ડીવાયએસપી શોકત અલી તેમજ NHIDCLના અધિકારી લલિત શર્મા અને હાઈવે મેનેજર સન્ની પાધા સહિતની ટીમો તાત્કાલિક જેસીબી અને ભારે મશીનરી સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાઈવે પરથી કાટમાળ હટાવીને રસ્તો સાફ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક પ્રત્યક્ષદર્શી આકાશ મિન્હાસના જણાવ્યા મુજબ, પૂરનો પ્રવાહ એટલો તેજ હતો કે સેકન્ડોમાં જ રસ્તો કાટમાળથી ભરાઈ ગયો હતો. ટ્રાફિક પોલીસ અને NHIDCLની ટીમ દ્વારા વાહનચાલકોને અત્યારે આ માર્ગ પર મુસાફરી ન કરવા અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી