Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Historic Revolution in Defense Sector in Shivpuri, South Asia's Largest Private Missile Plant!

VIDEO: ANDARNI VAAT / શિવપુરીમાં રક્ષા ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ, દક્ષિણ એશિયાનો બનશે સૌથી મોટો ખાનગી મિસાઈલ પ્લાન્ટ!

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે.. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શિવપુરી ખાતે ૧૧ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે.. આ સાથે જ જિલ્લાને અત્યાર સુધીની સૌથી મોટી ભેટ આપતા અદાણી ડિફેન્સ દ્વારા ૨૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપવામાં આવનારા દક્ષિણ એશિયાના સૌથી મોટા ખાનગી મિસાઈલ ઈકોસિસ્ટમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. શિવપુરીના વિકાસ અને દેશની સુરક્ષાને મજબૂત બનાવતા આ ભવ્ય પ્રોજેક્ટના આગમનથી સમગ્ર પંથકમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે અને મોટી સંખ્યામાં ઉમટેલા જનમેદનીએ આ ઐતિહાસિક ભેટ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ મોહન યાદવ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો આભાર વ્યક્ત કર્યો છે..

App Store

 

આ મેગા ડિફેન્સ પ્લાન્ટ શિવપુરી અને તેની આસપાસના વિસ્તારો માટે આર્થિક ક્રાંતિ લાવનારો સાબિત થશે. વહીવટી અંદાજ મુજબ, આ પ્રોજેક્ટના કારણે સ્થાનિક સ્તરે અંદાજે પાંચથી સાત હજાર લોકોને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. આ પ્લાન્ટને કારણે માત્ર રોજગારી જ નહીં વધે, પરંતુ સ્થાનિક બજારોમાં વેપાર-રોજગાર પણ વેગીલો બનશે કારણ કે અહીં કામ કરતા કર્મચારીઓનો પગાર સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મોટો ફાળો આપશે. રક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ વધતા આ કદમથી શિવપુરી વૈશ્વિક નકશા પર ડિફેન્સ હબ તરીકે ઉભરી આવશે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી