Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / High-alert at Triveni Ghat, Gangaji's raucous appearance amid celestial calamity in Uttarakhand!

VIDEO: ANDARNI VAAT / ઉત્તરાખંડમાં આકાશી આફત વચ્ચે ગંગાજીનું રૌદ્ર સ્વરૂપ, ત્રિવેણી ઘાટ પર હાઇ-એલર્ટ!

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં થઈ રહેલા સતત અને મુશળધાર વરસાદના કારણે ગંગા નદી સહિતની અન્ય સ્થાનિક નદીઓના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. ઋષિકેશના પ્રખ્યાત ત્રિવેણી ઘાટ પર ગંગા નદીના વધતા પાણીના લીધે વહીવટી તંત્ર દ્વારા હાઇ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એસડીઆરએફની ટીમ દ્વારા કમાન્ડિંગ ઓફિસરના આદેશ પર ઘાટ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. એસડીઆરએફના જવાન રમેશ ચંદ્ર ભટ્ટ અને તેમની ટીમ દ્વારા લાઉડસ્પીકર મારફતે સતત જાહેરાતો કરીને શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોને નદી કિનારાથી સુરક્ષિત અંતર જાળવી રાખવા તેમજ બેરિકેડ્સ પાર ન કરવા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે.

App Store

VO 02

બીજી તરફ, આ આકાશી આફત વચ્ચે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. હરિદ્વારમાં વરસાદી નાળામાં તણાયેલા એક યુવકને SDRF ની ટીમે ભારે જહેમત બાદ આબાદ બચાવી લીધો હતો, જ્યારે લક્સર વિસ્તારમાં એક નિર્માણાધીન મકાનમાં પાણી ભરાઈ જતાં ફસાયેલા પિતા-પુત્રને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઋષિકેશ-હરિદ્વાર ચિલ્લા રોડ પર બિન નદી ઓળંગવાનો પ્રયાસ કરી રહેલો એક સ્થાનિક નાગરિક નદીના અચાનક વધેલા તેજ પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો, જેને બચાવવા ટીમે ત્વરિત મોરચો સંભાળ્યો હતો. કુદરતી પ્રકોપની આ સ્થિતિ વચ્ચે SDRF ના જવાનો રાત-દિવસ જોયા વિના પૂરગ્રસ્ત વિસ્તારોમાં દેવદૂત બનીને લોકોની જિંદગી બચાવવા માટે એલર્ટ મોડ પર તૈનાત છે.

બ્યૂર રિપોર્ટ જીએસટીવી