Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / A new chapter in India-Indonesia relations, PM Modi receives 'Bintang Adipurna' award from President Prabowo Subianto!

VIDEO: ANDARNI VAAT / ભારત-ઈન્ડોનેશિયા સંબંધોમાં નવો અધ્યાય, પીએમ મોદીને રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના હસ્તે મળ્યો 'બિંતંગ આદિપુર્ણ' એવોર્ડ!

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાની સત્તાવાર મુલાકાત ઐતિહાસિક અને અત્યંત ભવ્ય રહી છે.. પીએમ મોદીના વિમાનને ઈન્ડોનેશિયાની સરહદમાં પ્રવેશતાની સાથે જ ત્યાંના ફાઈટર જેટ્સ દ્વારા હવામાં એસ્કોર્ટ કરીને શાહી સલામી આપવામાં આવી હતી. જકાર્તા પહોંચતા જ હોટલ ખાતે પ્રવાસી ભારતીયો અને સ્થાનિક કલાકારો દ્વારા પીએમ મોદીનું પરંપરાગત અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ ઇસ્તાના મરડેકા એટલે કે રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા, જ્યાં તેમણે ગેસ્ટ બુકમાં હસ્તાક્ષર કર્યા હતા. આ મુલાકાતના સૌથી મહત્વપૂર્ણ અવસરે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન બિંતંગ આદિપુર્ણ ઓફ ધ રિપબ્લિક ઓફ ઈન્ડોનેશિયા મેડલથી નવાજવામાં આવ્યા હતા, જે ભારત માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે..

App Store

આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો વચ્ચે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ વાટાઘાટો યોજાઈ હતી. આ બેઠકમાં બંને વૈશ્વિક નેતાઓએ વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી અને સાંસ્કૃતિક આદાનપ્રદાન સહિતના મહત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એમઓયુ એક્સચેન્જ પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અવસરે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સદીઓ જૂના સંબંધોને યાદ કરીને ભવિષ્યમાં પરસ્પર સહયોગ અને વૈશ્વિક અર્થતંત્રમાં બંને દેશોની ભાગીદારીને વધુ સુદ્રઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી