VIDEO: ANDAR NI VAAT/ શિવસેનાના સ્થાપના દિવસે ઉદ્ધવ અને શિંદે વચ્ચે પોસ્ટર વૉર !
શિવસેનાના 60માં સ્થાપના દિવસે અસલી શિવસેનાને લઇને મુંબઇ શહેરમાં પોસ્ટર વોર જામ્યું હતું. શુક્રવારે બાલ ઠાકરેએ સ્થાપેલી શિવસેનાને 60 વર્ષ પુર્ણ થયા હતા. શિવસેનાની રજત જયંતિ મહોત્સવ નિમિતે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) અને એકનાથ શિંદેની શિવસેના દ્રારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે દ્રારા મુંબઇના સિયોનના સન્મુખાનંદ હોલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એકનાથ શિંદે દ્રારા ગોરેગાંવના નાસ્કોમ સેન્ટર ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બન્ને નેતાએ પોતાની પાર્ટીને જ અસલી શિવસેના સાબિત કરવા પ્રયત્ન કર્યા હતા. ઉદ્ધવની યુબીટી દ્રારા બાલ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં યુબીટીને જ બાલ ઠાકરેના અસલી વારસા તરકી રજુ કરવામાં આવી હતી. પોસ્ટરોમાં વિશ્વવાસઘાતીઓ વિરુધ સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ઉપરાંત બાલ ઠાકરાને અસલી હિન્દુત્વ અને મરાઠી માણસના હકના વારસાને આગળ વધારવાનું કામ ઉદ્ધવ અને આદિત્ય કરી રહ્યા હોવાનું સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સમારંભ સ્થળ સાથે માતોશ્રી, બાન્દ્રનગર, મઘ્ય અને દક્ષિણ મુંબઇમાં પણ આજ પ્રકારના પોસ્ટર ઉદ્ધવની યુબીટી દ્રારા લગાવવામાં આવ્યા હતા.
એકનાથ શિંદેએ પણ પોતાની પાર્ટીને અસલી શિવસેના ગણાવી હતી. તેણે પોતાના પોસ્ટરમાં એકનાથને બાલ ઠાકરેના અસલી વારસ ગણાવ્યા હતા. બાલ ઠાકરેએ શિંદે વિશે કહેલી વાતનો સહારો લઇને એકનાથ શિંદેને બાલ ઠાકરે પછીના હિન્દુત્વવાદી અને મરાઠીવાદી નેતા ગણાવ્યા હતા. જો કે સભા સ્થળ અને પોસ્ટર પર એક વાત ઉડીને આંખે વળગતી હતી કે બાલ ઠાકરેના ફોટો કરતા કરતા એકનાથ શિંદેના ફોટોનું કદ મોટું હતું. મેસેજ આપવામાં આવ્યો હતો કે એકનાથ જ બાલ ઠાકરેના વારસદાર છે. આખા મુંબઇમાં શિંદે અને ઉદ્ધવ શિવસેનાના પોસ્ટર બાજુ બાજુમાં જ જોવા મળતા હતા. કોર્ટે શિંદેની શિવસેનાને અસલી શિવસેના માની છે અને પાર્ટીનું સિમ્બોલ શિંદેને ફાળવવામાં આવ્યું છે. ઉદ્ધવ અને શિંદેનું આ શક્તિ પ્રદર્શને ફરીવાર મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.
બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

