Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDAR NI VAA/ Cloudburst in Arunachal: Devastation on all sides in Kii Panyor district

VIDEO: ANDAR NI VAA/ અરૂણાચલમાં વાદળ ફાટ્યું: કીયી પન્યોર જિલ્લામાં ચારેય તરફ તબાહી

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અરૂણાચલ પ્રદેશના કીયી પન્યોર જિલ્લામાં કુદરતી આફતે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં યાચુલી અને પૂસા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયા છે. વહેલી સવારે માત્ર ત્રણ કલાકના ટૂંકા ગાળામાં ખાબકેલા અતિભારે વરસાદ અને વાદળ ફાટવા જેવી સ્થિતિને કારણે સ્થાનિક પોસા નદીના જળસ્તરમાં અભૂતપૂર્વ વધારો થયો હતો. પૂસા વિસ્તારમાં આવેલા નીપકો (NEEPCO) પ્રોજેક્ટ કોલોની નજીક એક નિર્માણાધીન પ્રોટેક્શન વોલ (પાળ) ધસમસતા પાણીના પ્રવાહ સામે પત્તાની જેમ તૂટી પડી હતી. આ પાળ તૂટવાના કારણે પૂરના કાદવયુક્ત પાણી અને પથ્થરોનો કાટમાળ રહેણાંક વસાહતોમાં ઘૂસી ગયો હતો, જેના લીધે ૧૫થી વધુ સરકારી ક્વાર્ટર્સ અને અસંખ્ય વાહનો જોતજોતામાં તણાઈ ગયા હતા. આ આકસ્મિક જળપ્રલયમાં સત્તાવાર રીતે ૧ વ્યક્તિના મોતના સમાચાર છે, જ્યારે ૧૭ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને અન્ય ૪ લોકો હજુ પણ ગુમ હોવાથી જાનહાનિનો આંકડો વધવાની ભીતિ સેવાઈ રહી છે.

App Store

 

બીજી તરફ, સમગ્ર યાચુલી સર્કલ અને યાઝીલી વિસ્તારમાં પૂરની સાથે મોટા પાયે થયેલા ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે-૧૩ સહિતના મુખ્ય માર્ગો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. હાઈવે પર ઠેર-ઠેર પહાડોની ભેખડો ધસી પડવાથી અને એક મોટો હાઈવે બ્રિજ પૂરમાં વહી જવાથી વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને સેંકડો મુસાફરો અધવચ્ચે અટવાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા NEEPCO દ્વારા રંગાનદી ડેમમાંથી સાવચેતીના ભાગરૂપે કંટ્રોલ્ડ વોટર (નિયંત્રિત પાણી) છોડવાનું શરૂ કરાયું છે અને પાવર હાઉસને કામચલાઉ બંધ કરી દેવાયું છે. રસ્તાઓ બ્લોક હોવાના કારણે બચાવ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેથી ભારતીય વાયુસેનાના (IAF) હેલિકોપ્ટર્સ દ્વારા SDRF ની ટીમો અને જરૂરી બચાવ સામગ્રીને એરલિફ્ટ કરીને પીટાપૂલ ખાતે પહોંચાડવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટી તંત્રે લોકોને ઝીરો (Ziro) તરફ જતા માર્ગો પર મુસાફરી ન કરવા અને નદી કિનારાથી દૂર રહેવા કડક એડવાઈઝરી જાહેર કરી છે.