VIDEO: અખિલેશ યાદવનો ડબલ એન્જિન સરકાર પર પ્રહાર: "મોંઘવારી અને બેરોજગારીમાં જનતા પીસાઈ રહી છે, સરકાર માત્ર જુમલાઓમાં વ્યસ્ત"
ઉત્તર પ્રદેશમાં મોંઘાવારી અને રોજગારીને લઈ અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ અને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે ડબલ એન્જિન સરકાર પર કટાક્ષ કરવાની સાથે સરકાર લોકોની સમસ્યાનું નિવારણ કરવામાં નિષ્ફળ ગઈ હોવાનો દાવો કર્યો હતો.
સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં યોગી આદિત્યનાથ અને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.અખિલેશ યાદવે મોંઘવવારીને કેન્ટ્રોલ કરવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ હોવાનો દાવો કરતા કહ્યું કેઉત્તર પ્રદેશ અને દેશમાં મોઘવારીનો તાણ સામાન્ય જનતા સહન કરી રહી છે. પેટ્રોલડીઝલગેસ અને રોજિંદા જીવનની જરૂરી વસ્તુઓના ભાવ આસમાને છે.વધુમાં તેમણે બેરોજગારીને લઈ કહ્યુ સરકાર રોજગારી અને વિદેશી રોકાણને લઈ મોટી મોટી વાતો કરી રહી હતી. પરંતુ યુવાનોને આજે રોજગારી નથી મળી રહી.
તેમણે આરોપ લગાવ્યો કે યોગી સરકાર અને મોદી સરકાર ફક્ત વાયદાઓ અને જુમલાઓ પર જ ધ્યાન આપી રહી છે. લોકોની મુશ્કેલીઓ પ્રત્યે તેમનું ધ્યાન નથી. અખિલેશે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બેરોજગારી અને મોંઘવારીની સમસ્યા અત્યંત ગંભીર બની ગઈ છે.તેમણે સરકારને ચેતવણી આપતાં કહ્યું કે જનતા હવે આ નિષ્ફળતાઓને વધુ સમય સુધી સહન નહીં કરે.

