Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Technology will solve a huge problem

VIDEO : ANDARNI VAAT/ ટેક્નોલોજીથી ઉકેલાશે મહાકાય સમસ્યા: જંગલોમાં હવે ડ્રોન રાખશે હાથીઓ પર નજર

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરલમમાં માણસ અને હાથી વચ્ચે ઘર્ષણ દિવસે દિવસે વધી રહ્યો છે. જંગલી હાથીએ માનવ વસાહતમાં આવીને ભારે નુકસાન કરી રહ્યા છે. દર વર્ષે કેરલમમાં લાખોની સંપતિ અને ચારથી પાંચ લોકોના મોત થઇ થઇ રહ્યા છે. આ સમસ્યાના સમાધાન માટે કેરલમ વન વિભાગ દ્રારા દ્રારા ખાસ ડ્રોન સ્કોડની રચના કરવામાં આવી છે. આ પાઇલટ પ્રોજેક્ટ તરીકે કન્નુર જિલ્લાના અરલમ વાઇલ્ડલાઇફ સેન્ચુરી અને આસપાસના વિસ્તારને પસંદ કરવામાં આવ્યા છે. ટાસ્ક ફોર્સ અરલમ ફાર્મ અને અરલમ વન વિભાગમાં વારંવાર ધસી જતા જંગલી હાથીઓનું આક્રમણ રોકવા અદ્યતન ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. ડ્રોન ટેકનોલોજીથી માનવ વસાહતમાં હાથીની અવરજવર જાણી શકાશે. આ સાથે હાથીના ખોરાક, પાણી અને અવરજવરનું મોનિટરરિંગ થશે. જેના કારણે માણસ અને હાથી વચ્ચેના ઘર્ષણ ઘટશે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેરલમમાં માણસ અને હાથી વચ્ચે સંઘર્ષ એક ગંભીર સમસ્યા બની ગઇ છે. છેલ્લા પાંચ વર્ષમાં હાથીઓના હુમલાથી 70થી વધારે લોકોના મોત થયા છે. દર વર્ષે હાથીના હુમલાના કારણે પાંચથી છ લોકો જીવ ગુમાવે છે. વાયનાડ, ઇડુક્કી, પાલક્કડ અને કન્નુર જિલ્લા સૌથી વધુ હાથ અને માણસ વચ્ચે ઘર્ષણ થાય છે. 

App Store

પાઇલટ પ્રોજેક્ટમાં થર્મલ કેમેરાથી સજ્જ ડ્રોન, નાઇટ વિઝન સાધનો અને અન્ય અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાત્રિના સમયે જ્યારે હાથીઓ વધુ સક્રિય થાય છે, ત્યારે તેની હિલચાલનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે. જો હાથીઓ માનવ વસ્તીવાળા વિસ્તારમાં આવતો જણાશો તો તુરંત ચેતવણી આપવામાં આવશે. સ્થાનિક લોકોને એલર્ટ કરીને હાથીઓને સુરક્ષિત અને શાંતિપૂર્વક જંગલમાં પાછા ધકેલવામાં આવશે. હાથી જંગલમાં ક્યા વિસ્તારમાં ફરે છે. ત્યાં પાણી અને ખોરાકની સુવિધા છે કે નહીં વગેરેનું મોનિટરિંગ થશે. ડ્રોન ટેકનોલોજીથી હાથની માનસિક સ્થિતિનું પણ મોનિટરિંગ થશે. આ પ્રોજેક્ટથી અરલમ વિસ્તારમાં માણસ અને હાથી વચ્ચે અથડામણમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે. વન વિભાગ માને છે કે ડ્રોન ટેકનોલોજીથી કેરળમાં વન્યજીવ વ્યવસ્થાપનમાં મહત્વનું પગલું ભરી શકાશે. આ પ્રયોગ સફળ થશે તો અન્ય અભ્યારણ્યોમાં પણ વિસ્તારવામાં આવશે.