Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Cross-border fighting against terrorists in the forests of Rajouri

VIDEO: ANDARNI VAAT/  રાજૌરીના જંગલોમાં આતંકીઓ વિરુદ્ધ આરપારની લડાઈ

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના સરહદી જિલ્લા રાજૌરીના સંવેદનશીલ એવા ડોરીમાલ જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલું સર્ચ ઓપરેશન સતત 17મા દિવસે પણ વ્યાપક સ્તરે ચાલુ રહ્યું છે.. ઓપરેશન શેરાવાલી અંતર્ગત ભારતીય સેના અને સ્થાનિક પોલીસના સંયુક્ત દળો દ્વારા આ ગાઢ અને પહાડી જંગલોના ખૂણે-ખૂણાને ફેંદવામાં આવી રહ્યો છે.. આ વિસ્તારમાં છુપાયેલા આતંકીઓનો સફાયો કરવા માટે અત્યાધુનિક ડ્રોન, હેલિકોપ્ટર અને સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે.. પ્રતિકૂળ હવામાન અને કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ હોવા છતાં, સુરક્ષા જવાનો પૂરી મુસ્તૈદી સાથે મોરચો સંભાળીને આ આખા વિસ્તારને કોર્ડન કરીને બેઠા છે.

App Store

આ મેગા સર્ચ ઓપરેશન પાછળની અંદરની વાત એ છે કે, આ માત્ર સરહદ પારથી ઘૂસણખોરી કરનારા આતંકીઓને પકડવાની સામાન્ય કાર્યવાહી નથી, પરંતુ આ વિસ્તારમાં સક્રિય એક મોટા આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કના કમાન્ડરને જીવતો પકડવા અથવા નેસ્તનાબૂદ કરવા માટેનું ગુપ્ત મિશન છે.. ગુપ્તચર એજન્સીઓને પાકા ઇનપુટ્સ મળ્યા છે કે ડોરીમાલના જંગલોમાં આતંકીઓએ ભૂગર્ભ બંકરો અને હથિયારોના મોટા ડેપો બનાવી રાખ્યા છે, જેનો ઉપયોગ તેઓ આગામી સમયમાં જમ્મુ ક્ષેત્રમાં કોઈ મોટા હુમલા કે આત્મઘાતી વિસ્ફોટ માટે કરવાના હતા.. તંત્ર આ ઓપરેશનને ત્યાં સુધી લંબાવવા કટિબદ્ધ છે જ્યાં સુધી આ આખા નેટવર્કનો આંતરિક રીતે જડમૂળથી ખાતમો ન થઈ જાય.