Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : 'Operation Sheruwali': Security forces give befitting reply to terrorists hiding in the dense forests of Rajouri

VIDEO: ANDAR NI VAAT/ 'ઓપરેશન શેરુવાલી': રાજૌરીના ગીચ જંગલોમાં છુપાયેલા આતંકીઓ પર સુરક્ષાદળોનો જડબાતોડ જવાબ

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર મોટો સામનો થયો છે. રાજૌરીના ગંભીર મુઘલાન અને દોરીમાલ જંગલ વિસ્તારમાં સેના દ્વારા ચલાવવામાં આવી રહેલું 'ઓપરેશન શેરુવાલી' હવે અત્યંત નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે, જેને પગલે આ આખા વિસ્તારમાં ભારે શેલિંગ અને સઘન ગોળીબાર શરૂ થયો છે.

App Store

જમ્મુ કાશ્મીરના સરહદી જિલ્લા રાજૌરીના દોરીમાલ અને ગંભીર મુઘલાનના ગીચ વન્ય વિસ્તારોમાં આતંકવાદીઓ છુપાયા હોવાના પાકા ઇનપુટ્સ મળ્યા બાદ સેના અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ સામસામા ગોળીબારમાં સેના તરફથી પણ આકરો વળતો પ્રહાર કરવામાં આવી રહ્યો છે. 'ઓપરેશન શેરુવાલી' અંતર્ગત આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે સેના દ્વારા આધુનિક હથિયારો અને વ્યૂહાત્મક રણનીતિ સાથે મોરચો સંભાળી લેવામાં આવ્યો છે.

આ ગીચ અને દુર્ગમ જંગલના રસ્તેથી આતંકવાદીઓ કોઈપણ સંજોગોમાં ભાગી ન છૂટે તે માટે ઘટનાસ્થળે સુરક્ષાદળોનો ભારે કાફલો તૈનાત કરી દેવાયો છે. સેનાની વધારાની ટુકડીઓ અને લોજિસ્ટિકલ સપોર્ટ પણ તાત્કાલિક ધોરણે એન્કાઉન્ટર સાઇટ પર રવાના કરવામાં આવ્યા છે, જેથી આખા વિસ્તારની ઘેરાબંધી વધુ મજબૂત કરી શકાય. જંગલના મુશ્કેલ પ્રદેશને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ અત્યંત સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે અને સમગ્ર વિસ્તારમાં કડક ચોકીપહેરો ગોઠવીને સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે.