Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : The statue started moving due to strong winds in Kolkata!

ANDAR NI VAAT VIDEO : તૂટી જશે મેસ્સીનું સ્ટેચ્યુ? કોલકાતામાં ભારે પવનને કારણે પૂતળું હલવા લાગ્યું!

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલા વિશ્વવિખ્યાત ફૂટબોલર લિયોનલ મેસ્સીનું પૂતળું ક્ષતિગ્રસ્ત બન્યું છે. કોલકાતાની શ્રીભૂમિ સ્પોર્ટ્સ ક્લબ, લેક ટાઉન ખાતે આવેલું 70 ફૂટનું સ્ટેચ્યુ છેલ્લા કેટલાક દિવસથી હવાને કારણે હલી રહ્યું હતું. સ્થાનિક લોકોની ફરિયાદ હતી કે જ્યારે વધારે હવા વહે ત્યારે મેસ્સીનું પૂતળું હલે છે. થોડા દિવસમાં ચોમાસું શરૂ થશે અને ભારે પવન ફૂંકાશે ત્યારે મેસ્સીનું સ્ટેચ્યુ તૂટી શકે છે.

App Store

સ્થાનિક લોકોની ફરિયાદ બાદ બંગાળનો પીડબલ્યુડી (PWD) વિભાગ તત્કાલ હરકતમાં આવી ગયો હતો અને ફટાફટ તપાસ હાથ ધરી હતી. પીડબલ્યુડીની તપાસમાં માલૂમ પડ્યું હતું કે મેસ્સીના સ્ટેચ્યુના મૂળ માળખામાં લોખંડના સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે. આ કારણે તેનું સેન્ટર ખસી ગયું છે અને સ્ટેચ્યુ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. વિભાગે તત્કાલ કામગીરી કરીને સ્ટેચ્યુને સ્થિર રાખવાનો પ્રયાસ કર્યો છે.

એક ચર્ચા એ પણ થઈ રહી છે કે સ્ટેચ્યુને લેક ટાઉન ખાતેથી હટાવીને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરાશે. આ સ્ટેચ્યુનું 2025માં અનાવરણ કરવામાં આવ્યું હતું. 'ગોટ ઇન્ડિયા ટૂર' પર મેસ્સી ભારત આવ્યો ત્યારે તેણે સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. કોલકાતાનું આ સ્ટેચ્યુ એશિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ છે.

બંગાળમાં ફૂટબોલનો ભારે ક્રેઝ છે. બંગાળની જાણીતી સ્પોર્ટ્સ ક્લબ શ્રીભૂમિ ક્લબ દ્વારા આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હતું. આ ક્લબ મમતા સરકારના તત્કાલીન મંત્રી સુજીત બોઝની છે. બોઝની થોડા સમય પહેલાં જ ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ રીતે મેસ્સીના સ્ટેચ્યુનું ટીએમસી સાથે જોડાણ છે.

ચર્ચા થઈ રહી છે કે ક્ષતિગ્રસ્ત થયેલા આ સ્ટેચ્યુને સ્થળાંતરિત કરવામાં આવશે. બે દિવસ પહેલાં જ મમતા બેનર્જીએ ડિઝાઇન કરેલું સોલ્ટ લેક ખાતેનું અન્ય એક ફૂટબોલરનું સ્ટેચ્યુ અભદ્ર ગણીને તોડી પાડવામાં આવ્યું હતું. હવે મેસ્સીનું સ્ટેચ્યુ લેક ટાઉન ખાતે રહેશે કે સ્થળાંતરિત કરાશે તેના પર સૌની નજર છે.

 

ટોપિક્સ:ANDAR NI VAAt VIDEOnews videogstv