VIDEO : ગરમી ઘટશે પણ તોફાન આવશે! હવામાન વિભાગે જાહેર કર્યું 4 દિવસનું એલર્ટ
કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્લા ઉત્તર-પશ્ચિમ ભારત, રાજસ્થાન, વિદર્ભ, પૂર્વીય મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીમાં ઘટાડો થવા જઈ રહ્યો છે. કારણે, આગામી -ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વીય અને તેને અડીને આવેલા પૂર્વીય ભારતમાં દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ચેતવણી છે કે 28 મે થી 31 મે એટલે કે ચાર દિવસ દરમિયાન ઉત્તર ભારત, મધ્ય ભારત, પૂર્વીય ભારતમાં તીવ્ર પવન સાથે મધ્યમથી ભીષણ વાવાઝોડું-તોફાન આવવાનું છે. આ દરમિયાન, ઘણી જગ્યાએ પ્રતિ કલાક 100 કિમીની ઝડપે પણ પવન ફૂંકાશે. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો 28 મે અને એક થી ત્રણ જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં અને 28 મે તથા 31 મે થી ત્રણ જૂન દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં જુદી જુદી જગ્યાઓ પર ભારે વરસાદ થશે.
ઉત્તર-પશ્ચિમ ભારતની વાત કરીએ તો, 30 મેના રોજ જમ્મુ કાશ્મીરમાં, 28-29 મેના રોજ હિમાચલ પ્રદેશ, 28-30 મે દરમિયાન ઉત્તરાખંડમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે ભારે વરસાદ થશે. 31 મેના રોજ પૂર્વી યુપીમાં, 31 મે થી બે જૂન સુધી પશ્ચિમ રાજસ્થાનમાં, 31 મે થી ત્રણ જૂન સુધી પૂર્વી રાજસ્થાનમાંગાજવીજ, વીજળી અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થશે. 29 મેના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વાવાઝોડું, 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન આવશે.
પૂર્વી રાજસ્થાનમાં 29 મે અને 30 મેના રોજ આવું હવામાન રહેશે. બીજી તરફ, જમ્મુ કાશ્મીરમાં 29 મે, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં 30 મેના રોજ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 29 મે, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં 29, 30 મેના રોજ અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ થશે.

