Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : New service to be launched in Lakshadweep!

VIDEO: ANDAR NI VAAT/ માલદિવને ટક્કર આપવા માટે ભારત સરકારની પ્લાનિંગ! લક્ષદ્વીપમાં શરૂ થશે નવી સર્વિસ!

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

માલદિવને ટક્કર આપવા માટે ભારત સરકારે પ્લાનિંગ કર્યું છે. દેશના ટાપુ પ્રદેશ લક્ષદ્રિપમાં માલદિવ જેવી જ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. હવેથી પ્રવાસીઓ સી પ્લેન દ્રારા લક્ષદ્રિપ જઇ શકશે. કેન્દ્રિય વન અને પર્યાવરણ વિભાગે સી પ્લેન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.

App Store

માલદિવને ટક્કર આપવા માટે ભારત સરકારે પ્લાનિંગ તૈયાર કરી લીધો છે. ભારતના નાગરિકોને માલદિવ જેવી જ પ્રવાસન સુવિધા મળી રહે તેના ભાગ રૂપે કેન્દ્ર સરકારે ટાપુ પ્રદેશ લક્ષદિપમાં સી પ્લેનને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્ગારા કેરલમના કોચીથી લક્ષદ્રિપના પાંચ શહેરમાં સી પ્લેનને મંજૂરી આપી છે. થોડા સમયમાં કોચીથી લક્ષદ્રિપના કવરત્તી, અગતી, કાલ્પેની, કદમત અને કિલતાન સુધી સી પ્લેન દોડશે. 15થી 20 સીટર સી પ્લેન કોચી એરપોટથી ઉંડીને લક્ષદ્વિપના દરિયામાં ઉતરશે. આ પ્રવાસ આહલાદક હશે,

ભારતના લોકો ફરવાના શોખીન છે. દરિયાની મજા માણવા માટે સેંકડો ભારતીયો દર વર્ષે માલદિવ જાય છે. માલદિવમાં સુંદર દરિયા કિનારા સાથે સી પ્લેનમાં ઉડીને પ્રવાસની અનોખી મજા લે છે.  ભારતમાં પણ માલદિવ જેવો સુંદર દરિયા કિનારો છે. ભારતના પ્રવાસીઓ ભારતમાં જ રહે તે બાબતને દ્યાનમાં રાખીને સરકારે લક્ષદ્વિપમાં સી પ્લેન શરુ કરવાનો પ્લાન બનાવ્યો છે. લક્ષદ્વિપમાં માલદિવ, દુબઇ, સિંગાપોર અને થાઇલેન્ડ જેવા બીચ આવેલા છે. પણ પાયાની સુવિધા ન હોવાથી ભારતીય પ્રવાસીઓ વિદેશ જાય છે. કેન્દ્ર સરકાર ભારતમાં ટુરિઝમ વિકસે તે માટે ટુરિઝમ માળખું ઉભું કરવાનો પ્લાન બનાવ્યો છે. વર્ષ 2024માં ભારત અને માલદિવના સબંધો બગાડ્યા હતા. ભારતમાં મુહિમ ચાલી હતી કે આપણાં પ્રવાસીઓ માલદિવને બદલે લક્ષદ્વિપ જાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લક્ષદ્વિપના બીચ પર ફર્યા હતા. ત્યાં ક્યુબા ડાઇવ પણ કરી હતી. પીએમ મોદીના પ્રવાસ બાદ લક્ષદ્વિપ વધારે ચર્ચામાં આવ્યું હતું. 2020 સુધી લક્ષદ્વિપમાં માત્ર ચાર હજાર પ્રવાસીઓ જ ગયા હતા. 2024માં પીએમ મોદીની મુલાકાત બાદ લક્ષદ્વિપમાં 46 હજારથી વધારે પ્રવાસી ગયા હતા. આ મુલાકાતીઓની વધતી સંખ્યાને લઇને કેન્દ્ર સરકારે લક્ષદ્વિપમાં 3600 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જેમા રોડ, હોટેલ, ઇન્ફાસ્ટ્રચર, એરપોર્ટ વગેરે વિકસાવવાનો પ્લાન છે.  લક્ષદ્વિપમાં સરકાર જે રીતે ઇન્ફાસ્ટ્રચર ઉભું કરી રહી છે તે જોતા થોડા સમયમાં લક્ષદ્વિપ માલદિવને ટક્કર આપશે.