Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Massive forest fire near Salal Dam in Jammu and Kashmir, security agencies on alert!

VIDEO: ANDAR NI VAAT/ જમ્મુ-કાશ્મીરના સલાલ ડેમ નજીક જંગલમાં ભીષણ આગ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ!

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રિયાસીના હાઈ-પ્રોફાઈલ સલાલ ડેમ નજીકના જંગલોમાં ભીષણ આગનું તાંડવ જોવા મળી રહ્યું છે. સતત બીજા દિવસે પણ આગ પર કાબૂ મેળવવા માટે વન વિભાગની ભારે દોડધામ મચી છે. આ પાવર પ્રોજેક્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે.

App Store

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સલાલ ડેમ નજીકની પહાડીઓમાં લાગેલી ભીષણ જંગલની આગ પર કાબૂ મેળવવા માટે સતત બીજા દિવસે પણ યુદ્ધના ધોરણે ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. આ વન્ય વિસ્તારમાં અચાનક લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે કિંમતી વનસ્પતિ બળીને ખાખ થઈ ગઈ છે. રિયાસીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સિદ્ધાંત દુબેને સાંજે 4 વાગ્યાની આસપાસ આ ઘટનાની માહિતી મળતાં જ તેમણે તુરંત પોતાની ટીમ રવાના કરી હતી. જો કે, પહાડી વિસ્તારમાં ફૂંકાયેલા જોરદાર પવનોના કારણે આગ ઓલવવામાં ભારે અવરોધ ઊભો થયો હતો, છતાં વન વિભાગની ટીમે જીવના જોખમે આગને ઘણી હદ સુધી નિયંત્રણમાં લીધી છે.

આ વન અગ્નિ પાછળની અંદરની ખાસ વાત એ છે કે, સલાલ ડેમ જેવા વ્યૂહાત્મક અને સંવેદનશીલ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ નજીક લાગેલી આ આગ પ્રશાસન માટે સામાન્ય ઘટના નથી. વન વિભાગ અને સુરક્ષા એજન્સીઓ અંદરખાને એ વાતની તપાસ કરી રહી છે કે આ આગ માત્ર ઉનાળાની ગરમીનું પરિણામ છે કે પછી ડેમની આસપાસના સુરક્ષા ઘેરાને ચકાસવા માટે કોઈ અસામાજિક તત્વો દ્વારા જાણીજોઈને કરાયેલું કૃત્ય છે. કારણ કે, આ વિસ્તારમાં અચાનક પવનની દિશા બદલાવાની સાથે અલગ-અલગ જગ્યાએ એકસાથે જ્વાળાઓ પ્રગટી હતી. હાલ પાવર પ્રોજેક્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ આગના દરેક સ્મોક પોઈન્ટને સંપૂર્ણપણે શાંત કરવા માટે હજુ પણ ઘટનાસ્થળે તૈનાત છે.