Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : This farmer from Tamil Nadu dedicated his entire farm to peacocks!

VIDEO: ANDAR NI VAAT/ તમિલનાડુના આ ખેડૂતે મોર માટે પોતાની આખી ખેતી કરી દીધી સમર્પિત!

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉદ્યોગિક વિકાસના કારણે વન્ય જીવો અને પ્રાણીઓના રહેઠાણો ઉજડી રહ્યા છે. જીવસૃષ્ટિને મુશ્કેલી પડી રહી છે ત્યારે તમિલનાડુમાં તિરુપતુરમાં એક ખેડૂતે રાષ્ટ્રિય પક્ષી મોર માટે પોતાની ખેતી સમર્પિત કરી દીધી છે. દસ વર્ષથી અનેક મોરોએ ખેડૂતના ખેતરને પોતાનું નવું ઘર બનાવી દીધું છે.

App Store

વિશ્વમાં પર્યાવરણિય ફેરફાર અને ઓદ્યોગિક વિકાસના કારણે જીવ સૃષ્ટિનું સંતુલન ખોરવાઇ રહ્યું છે. જંગલ કપાવાથી વન્ય પ્રાણી અને વન્ય જીવનું જીવન મુશ્કેલ બન્યું છે. આ સ્થિતિ તમિલનાડુના તિરુપતુરમાં જોવા મળી છે. અહિયા રાષ્ટ્રિય પક્ષી મોરના રહેઠાણને નાશ કરવામાં આવ્યું હતું. મોરનું રહેઠાણ છિનવાતા તેમણે સ્થળાંતર કરીને આદુથાપટ્ટી ગામના એક ખેડૂતના ખેતરમાં આસરો લીધો છે. મોરનો આખો સમુહ છેલ્લા દસ વર્ષથી આદુથાપટ્ટીના ખેડૂત વી. ઉમાપતિના ખેતરમાં વસવાટ કરી રહ્યો છે. ઉમાપતિના ખેતરને મોરએ પોતાનું નવું ઘર બવાવી દીધું છે. વહેલી સવારથી સાંજ સુધી મોર અહિયા નાચે છે. મોજ મસ્તી કરે છે અને આઝાદીથી જીવે છે. ઉમાપતિના ઘરે ઉપર અને લીલા ખેતરમં મોર કળા કરે છે. મોરની કળા ઇન્દ્રધનુષ જેવું આહલાદક દ્રશ્ય ઉભું કરી દે છે. આ દ્રશ્ય જોઇને ખેડૂત ઉમાપતિ ફૂલ્યા સમાતા નથી. ઉમાપતિ કહે છે, 10 વર્ષ પહેલા મોરનું રહેઠાણ નસ્ટ થયું હતું. અહિયા જંગલ અને કુદરતી સ્ત્રોતને નુકશાન થયું હતું. ત્યારથી જ મોરનો સમુહ મારા ખેતરમાં વસવાટ કરવા આવ્યો હતો. આજે 10 વર્ષ પછી અહિયા આરામથી હરી ફરી શકે છે. મારા ડાંગર અને ઘઉંના ખેતરમાં આરામથી ફરે છે. મગફળીના ખેતરમાં પણ હરેફરે છે, ઘણીવાર મારા ડાંગર, ઘઉં. મગફળી અને શાકભાજીના પાકને નુકશાન થાય છે પણ મારા માટે મોરની સલામતી સૌથી પહેલાં છે. હું તેમની સલામતીથી ખુશ છું. ખેડૂત વી ઉમાપતિએ પોતાની જમીન મોરને સમપ્રિત કરી દીધી છે. શરુઆતમાં ઉમાપતિના ખેતરમાં ગણતરીના જ મોર હતા. આજે સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. તમે વી ઉમાપતિના ખેતરમાં જૂઓ ત્યારે અસંખ્ય મોર વિહરતા જોવા મળે છે. તે નિર્ભય રીતે ખેતરમાં હરેફરે છે. તેમને ખેતરમાં જ ભોજન મળી જાય છે. માટે બહાર જવાની જરુર પડતી નથી. આમ તિરુપતુરના ઉમાપતિનું ખેતર હવે મોરનું અભ્યારણ્ય બની ગયું છે.