VIDEO: ANDAR NI VAAT/ અમરનાથ યાત્રાને લઈ જમ્મુ-કાશ્મીર પ્રશાસનની તડામાર તૈયારીઓ!
અમરનાથ યાત્રાને લઇ જમ્મુ-કશ્મિર પ્રસાશને તાડમાર તૈયારી શરુ કરી છે. રામબન- બંદીપોર વગેરે કેમ્પ સાઇટ પર તેયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓ માટે રેસ્ટ હાઉસ અને સલામતીની પુરતી વ્યાવસ્થા કરવામાં આવી છે.
ત્રણ જૂલાઇથી શરુ થઇ રહેલી અમરનાથ યાત્રાને લઇને જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્રારા તડામાર તૈચારીઓ ચાલી રહી છે. રામબન, બંદીપોરા, સુમ્બલ સહિતના મુખ્ય ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ પર અંતિમ તબક્કાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યાત્રીઓ માટે ટ્રાન્ઝિટ કેમ્પ્સ, ભોજનાલય, તબીબી સુવિધાઓ, પાણી અને વીજળી વ્યવસ્થા વગેરેની ચકાચણી કરવામાં આવી હતી. નેશનલ હાઇવે 44 પર વાહન વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થા, વીઆઇપી કન્વોયની મુવમેન્ટ વગેરે માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રીઓને ટેલિકોમ નેટવર્કમાં કોઇ તકલીફ ન પડે તે માટે મુખ્ય અને શેડો એરિયા ડેવલપ કરવાનું કામ પણ પુરુ થવાની તૈયારમાં છે. પ્રસાશને જણાવ્યું હતું કે સલમતીની દ્રસ્ટીએ અમરનાથ યાત્રા ખાસ મહત્વની છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેમ્પ અને રસ્તાને સીસીટીવીથી સજજ્ બનાવી દેવામાં આવ્યા છે. બંદીપોર જિલ્લાના સુમ્બલ ટ્રાન્ઝિટ કેમ્પની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર ઈન્દુ કંવલ ચિબે જણાવ્યું કે કેમ્પ સંપૂર્ણપણે તૈયાર છે. રહેવાની વ્યવસ્થા, સ્વચ્છતા, તબીબી સુવિધા અને ઇમર્જન્સી સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવી છે. જરૂર પડે તો વધારાની ક્ષમતા વધારવાની તૈયારી પણ કરવામાં આવી છે.
અમરનાથ યાત્રા સુરક્ષાની દ્રષ્ટીએ ખાસ મહત્વની છે. 2017માં અમરનાથ યાત્રા પર ત્રાસવાદી હુમલો થયો હતો. આ હુમલામાં આઠ યાત્રાળુઓના મોત થયા હતા. આ બાબતને ધ્યાનમાં રાખી સરકાર દ્રારા સલામતી વ્યવસ્થાને ટોપ પ્રાયોરિટી આપવામાં આવી છે. આર્મી, સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને વિલેજ ડિફેન્સ ગ્રુપ્સ તૈનાત કરવાનાં આવ્યા છે. કેમ્પ અને રસ્તા પર સીસીટીવી પણ ગોઠવવામાં આવ્યા છે. અમરનાથ યાત્રા ત્રણ જૂલાઇએ શરુ થશે અને 28 ઓક્ટોબરે પૂર્ણ થશે યાત્રા 57 દિવસ ચાલશે તેવી ધારણા સેવાઇ રહી છે

