VIDEO: ANDAR NI VAAT/ કાશ્મીર-હિમાચલ બોર્ડર પર ભારે હિમવર્ષા! ચોમાસા પહેલા જ પહાડો બરફની ચાદરથી ઢંકાયા
જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ભછેલા અને હિમાચલ પ્રદેશની બોર્ડરના ભાગમાં હિમ વર્ષા થઇ હતી. ચોમાસા પહેલા અંતરિયાળ હિમાલયમાં ખુબ ઉંચાઇએ હિમ વર્ષા થતા પહાડો બરફની ચાદરથી ઠંકાઇ ગયા હતા.
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભલેસા અને આસપાસના ભાગમાં પહાડોની ઉંચાઇ પર હિમવર્ષા થઇ હતી. ભલેસા અને હિમાચલ પ્રદેશની બોર્ડરને અડીને આવેલા પહાડી વિસ્તારમાં ઉંચાઇ પર હિમવર્ષા થવાથી પહાડો બરફની ચાદરથી ઢંકાઇ ગયા હતા જૂન મહિનાની ગરમીમાં અચાનક જ હિમ વર્ષા થવાથી વાતાવરણ ઠંડુગાર થઇ ગચું હતું. શહેરી અને રહેઠાણ વિસ્તારથી સરહદ પરના પહાડોની વાદીઓમાં આહલાદક વાતાવરણ ખડું કરી દીધું હતું. હિમલયની પર્વતમાળાની ટોચ પર ઝરણાની જેમ વહેતા દેખાતા બરફના પહાડોને વધારે સુંદર લાગતા હતા. ટોચ પર હિમવર્ષને કારણે વેલી વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ જોવા મળ્યો હતો. કશ્મિર અને હિમાચલમાં જૂન મહિનામાં મુખ્યત્વે ૩૫૦૦ મીટરથી વધુ ઊંચાઈવાળા શિખરો પર જ હિમવર્ષા થાય છે. ઉંચાઇ પર હિમવર્ષાને કારણે પહોડોની ટોચ બરફથી ઢંકાયેલી હોય છે. જ્યારે મધ્ય અને નીચેના ભાગે લીલાછમ વૃક્ષો અને પથ્થરના પહાડો જોવા મળે છે. દૂરથી આ દ્રશ્ય અનોખુ હોય છે. ઉનાળાની ગરમીમાં દેશભરમાંથી સેંકડો પ્રવાસીઓ કશ્મિર જતા હોય છે. તેઓ હિમાલયની બરફથી ઢંકાયેલી પર્વતમાળાને જોઇને અભિભુત થઇ જાય છે.
છેલ્લા બે દિવસથી ડોડા જિલ્લામાં પર્વતોની ટોચ પર હિમવર્ષા થઇ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે થોડા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે હિમાલયના કેટલાક વિસ્તારમાં હળવી હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. આમ ચોમાસાના વરસાદ પહેલા કશ્મિરમાં પહાડો પર હિમવર્ષાની મજા માણી શકાશે.

