Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Rajasthan politics heats up again! Gehlot's new outburst on a two-and-a-half-year-old controversy!

VIDEO: ANDAR NI VAAT/ રાજસ્થાનનું રાજકારણ ફરી ગરમાયું! અઢી વર્ષ જૂના વિવાદ પર ગહેલોતનો નવો ધડાકો!

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજસ્થાનમાં ફરીવાર અશોક ગહેલોત અને સચિન પાઇટલ વચ્ચે વિવાદ જામ્યો છે. અશોક ગહેલોતે અચાનક જ પાયલટ પર આરોપ લગાવ્યો હતો કે ધર્મેન્દ્ર પ્રધાન સાથે મળીને સચિન પાયલટે રાજસ્થાન સરકાર ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. ગહેલોતના આરોપ બાદ ફરીવાર બન્ને વચ્ચે વિવાદ વધી શકે છે.

App Store

રાજસ્થાનમનું રાજકારણ ફરીવાર ગરમાયું છે. રાજસ્થનાના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સચિન પાયલટ પર આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રિય મંત્રી ધર્મેદ્ર પ્રધાન સાથે મળીને પાયલટે રાજસ્થાન સરકારને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. રાજસ્થનમાં મારા મુખ્યમંત્રી કાળ દરમિયાન થયેલો વિવાદ હાઇકમાન્ડ સામે બળવો નહીં પણ સરકાર બચાવવાનો પ્લાન હતા. તેણે હાઇકમાન્ડને નિશાને લઇને કહ્યું કે મને કોંગ્રેસ પ્રમુખ બનાવવા પાછળ એક ષડયંત્ર લખાયું હતું. ગહેલોતના આરોપ બાદ દિલ્લી અને રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. વિવાદના અઢી વર્ષ બાદ અચાનક ગહેલોત કેમ બોલ્યા તેના પર ચર્ચા થઇ રહી છે. રાહુલ ગાંધી હવે કોંગ્રેસની કમાન યુવા ટીમને સોંપી રહ્યા છે. દક્ષિણના રાજ્યમાં રાહુલના વિઝનની ઝલક દેખાઇ રહી છે. છેલ્લે કર્ણાટકમાં શિવકુમારને મુખ્યમંત્રીનું પદ સોંપી ઇન્ડીકેશન આપી દીધું છે. માનવામાં આવે છે કે રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ તરીકે ફરીથી સચિન પાઇલટના નામની ચર્ચા થઇ રહી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હવે સચિનને પ્રમોટ કરી રહ્યા છે. રાહુલની યુવા ટીમમાં સચિન મહત્વનું પાત્ર છે. રાહુલ ગાંધી વારંવાર યુવા નેતૃત્વની વાત દોહરાવી રહ્યા છે. આ બધા સમીકરણ જોતા સચિન પાઇલટ પ્રદેશ પ્રમુખ હોય અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવે તો પાઇલોટ મુખ્યમંત્રી બને. અશોક ગહેલોતને આ વાત હજમ થતી નથી. માટે જ તેઓ અચાનક હાઇકમાન્ડ અને પાઇલટને ટારગેટ કરી રહ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ પણ સારી રીતે જાણ છે કે ગહેલોતનો મકસદ શું છે. રાજસ્થાનમાં સત્તા માટે વિવાદ ચાલતો હતો ત્યારે રાહુલ ગાંધીએ પાઇલટને લાંબી રેસના ઘોડા ગણ્યા હતા. તેણે પાયલટને સંયમ રાખવાની સલાહ આપી હતી  હવે પાયલટને આ સંયમનું ફળ મળે તેવું દેખાઇ રહ્યું છે. પાયલટના હાથમાં રાજસ્થાનની કમાન આવી તો તે હિસાબ ચુકતે કરી શકે છે. આ હિસાબમાં ગહેલોતનાં ટેકેદારો ભોગ બની શકે છે. ગહેલોત સત્તાના જાદુગર કહેવાય છે. માટે લાંબુ વિચારીને જ હાઇકમાન્ડ અને પાયલટને નિશાન બનાવી રહ્યા છે.