Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : India's big leap in the field of green energy! Assam to become a hub for ethanol production

VIDEO: ANDAR NI VAAT/ ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારતની મોટી છલાંગ! ઇથેનોલ ઉત્પાદનનું હબ બનશે આસામ

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગ્રીન એનર્જી ક્ષેત્રે દેશ નવું સોપાન સર કરવા જઈ રહ્યો છે. આસામના નુમાલીગઢ ખાતે આસામ બાયો ઇથેનોલ પ્લાન્ટ કાર્યરત થતા પર્યાવરણ અને વિકાસનો સમન્વય જોવા મળી રહ્યો છે. બાયોમાસમાંથી ઇંધણ બનાવીને આ પ્લાન્ટ આત્મનિર્ભર ભારતને કેવી રીતે નવી ગતિ આપી રહ્યો છે.

App Store

આસામના ગોલાઘાટ જિલ્લામાં નુમાલીગઢ ખાતે સ્થાપિત કરવામાં આવેલી આસામ બાયો ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ અત્યારે ઔદ્યોગિક વિકાસ અને ઇથેનોલ ઉત્પાદન ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહી છે. આ આધુનિક પ્લાન્ટ માત્ર રાજ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર-પૂર્વ ભારત માટે હરિયાળી ઊર્જા અને ટકાઉ વિકાસની દિશામાં એક મોટી ક્રાંતિ સમાન છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ખેતીના અવશેષો અને જૈવિક કચરા એટલે બાયોમાસ માંથી મોટા પાયે ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. જે સીધી રીતે પ્રદૂષણ ઘટાડવામાં અને પર્યાવરણ સંરક્ષણમાં મદદરૂપ બને છે. આ પ્લાન્ટના નિર્માણથી સ્થાનિક સ્તરે હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ છે, જેનાથી પ્રદેશના આર્થિક માળખાને મોટો વેગ મળ્યો છે. ઈંધણની બાબતમાં ભારતની વિદેશો પરની નિર્ભરતા ઘટાડવા અને દેશના 'ગ્રીન એનર્જી મિશન'ને મજબૂત કરવા માટે આ પ્લાન્ટ એક પાયાનો પથ્થર સાબિત થઈ રહ્યો છે. આસામ બાયો ઇથેનોલ લિમિટેડના આ સફળ મોડલે સાબિત કરી દીધું છે કે ટેકનોલોજી અને પર્યાવરણના સુમેળથી ઔદ્યોગિક પ્રગતિના નવા આયામો સર કરી શકાય છે. આગામી સમયમાં આ પ્લાન્ટના કારણે આસામ ઇથેનોલના હબ તરીકે ઉભરી આવશે, જે ભારતને ઇંધણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.