Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Bengal Election 2026: Margin less than 3 thousand in 19 seats, will BJP make a bet this time or will Mamata maintain her stronghold?

બંગાળ ચૂંટણી 2026: 19 બેઠકો પર 3 હજારથી ઓછું અંતર, શું આ વખતે ભાજપ બાજી મારશે કે મમતા જાળવશે ગઢ?

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. આ વખતની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પણ મુખ્ય મુકાબલો શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોવા મળી શકે છે. 

App Store

 વર્ષ 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 57 બેઠકો એવી હતી કે જ્યાં 8 હજાર કે તેથી ઓછા માર્જિનથી હાર-જીતનો અંતર નક્કી કરવામાં આવ્યો છે. આ 57 બેઠકો આ વખતે બંને પક્ષો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.આ બેઠકોમાંથી 19 બેઠકો પર માર્જિન 3 હજારથી પણ ઓછું હતું. 57 બેઠકોમાંથી ટીએમસીએ 29 અને ભાજપે 28 બેઠકો જીતી હતી. આ બેઠકો પર વોટબેંકમાં થોડો ફેરફાર પણ પરિણામ બદલી શકે છે. આ 57 બેઠકોમાંથી 47 બેઠકો દક્ષિણ બંગાળમાં અને 10 બેઠકો ઉત્તર બંગાળમાં આવેલી છે.

આમાં પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, બાંકુરા, પુરુલિયા અને પશ્ચિમ બર્ધમાન જિલ્લાઓની બેઠકોનો સમાવેશ થાય છે.રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નજીકથી લડાયેલી બેઠકો આ વખતે નિર્ણાયક સાબિત થઈ શકે છેકારણ કે ઓપિનિયન પોલ્સ અનુસાર બંને પક્ષો વચ્ચે વોટ ટકાવારીનો તફાવત ખૂબ જ ઓછો છે.