ANDAR NI VAAT: આસામ કોંગ્રેસ પ્રમુખ ગૌરવ ગોગોઈએ પ્રદેશમાં ગેરકાયદેસર ઘુસણખોરી મુદ્દે રાજ્ય સરકારને કર્યા સવાલ
આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈએ પ્રદેશમાં ગેરકાયદેસર ઘુસણખોરી મુદ્દે રાજ્ય સરકાર વિરુદ્ધ સવાલ કર્યા છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે છતાં ઘુસણખોરી અટકી શકી નથી. આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં નથી અને ડબલ એન્જિન સરકાર છે, તો પછી ઘૂસણખોરીની ઘટના કેમ જારી છે. સરહદ પારથી પશુઓની તસ્કરી કેમ થઈ રહી છે. ડ્રગ્સ અને સોપારીનું સિન્ડિકેટ હજુ કેવી રીતે સક્રિય છે. ગોગોઈએ મુખ્યમંત્રી હિમંતા સરમા પર કટાક્ષ કરતાં પૂછ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દાઓ પર શું પગલાં લેશે. આ ટીકા એવા સમયે કરવામાં આવી છે જ્યારે મુખ્યમંત્રી હિમંતા સરમાએ 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. દિબ્રુગઢમાં તેમણે કહ્યું કે લોકો આસામમાં ભાજપને પ્રેમ આપ્યો છે. અમને મહત્તમ મત મળશે. આસામ વિધાનસભાની 126 બેઠકો માટે 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન અને 4 મેના રોજ મતગણતરી થશે.

