Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Amit Shah's statement in Lok Sabha, "The days of Naxalite violence are over now"

ANDAR NI VAAT: Amit Shahનું લોકસભામાં નિવેદન, "નક્સલવાદી હિંસાના દિવસો હવે પૂરા"

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું કે નક્સલવાદી હિંસાના દિવસો હવે પૂરા થઈ ગયા છે અને નક્સલમુક્ત ભારત મોદી સરકારની સૌથી મોટી સફળતાઓમાંની એક છે. નક્સલવાદ પર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે નક્સલવાદ ગરીબીને કારણે નહિ, પરંતુ ડાબેરી વિચારધારાને કારણે ફેલાયો છે. તેમણે કહ્યું કે નક્સલવાદનું મૂળ કારણ વિકાસનો અભાવ નથી, પરંતુ વિદેશી વિચારધારા છે. શાહે કહ્યું કે મોદી સરકારે નક્સલીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. છેલ્લા વર્ષોમાં 4 હજાર 839 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, 2 હજાર 218ને જેલમાં મોકલવામાં આવ્યા અને 706ને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર અને ઝારખંડને નક્સલમુક્ત બનાવવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સરકાર દરમિયાન NACમાં નક્સલવાદીઓને આશ્રય મળ્યો હતો અને છત્તીસગઢમાં કોંગ્રેસે નક્સલીઓને રક્ષણ આપ્યું હતું. રાહુલ ગાંધી પર પણ નક્સલીઓ સાથે સંપર્કના આરોપ લગાવ્યા. શાહે કહ્યું કે મોદી સરકાર ડરતી નથી, પરંતુ દરેકને ન્યાય આપે છે. તેમણે ભાર મૂક્યો કે હવે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસનું કામ ઝડપથી થઈ રહ્યું છે. 

App Store