Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT/ The magic of FIFA World Cup in Hyderabad, football alley became the center of attraction.

VIDEO: ANDAR NI VAAT/ હૈદરાબાદમાં ફિફા વર્લ્ડ કપનો જાદુ જામ્યો, ફુટબોલ ગલી બની આકર્ષણનું કેન્દ્ર

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તેલંગાણાના હૈદરાબાદમાં આવેલીજેજે નગર કોલોની દેશભરના ફૂટબોલ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. જે જે કોલોનીના સ્થાનિક યુવાનો અને ફૂટબોલ ફેન્સ દ્વારા આખી ગલીને જબરદસ્ત ફૂટબોલ ફીવરથી રંગી નાખવામાં આવી છે. આ અનોખી ફૂટબોલ સ્ટ્રીટને JAC જવાહર સોકર ક્લબ દ્રારા ફૂટબોલ ફીવરમાં ફેરવવામાં આવી છે. આખી ગલીમાં અર્જન્ટિના, પોર્ટુગલ, બ્રાઝિલની ટીમના કટ આઉટ અને હોડિંગ્સ લગાડવામાં આવ્યા છે. સાથે  મેસ્સી, રોનાલ્ડો, નેમાર વગેરેના પોસ્ટર અને કટ આઉટ લગાડવામાં આવ્યા છે. તમે લગીમાં ફરો તો કોઇ ફૂટબોલ રમતા દેશમાં આવી ગયા હોય તેવું લાગે છે. આ ગલીને જવાહર સોકર ક્લબના ૧૫૦થી વધુ ઉત્સાહી સભ્યો, સ્થાનિક યુવાનો અને નાનાં બાળકોએ સાથે મળીને પોતાના ખર્ચે અને પોતાની મહેનતથી તૈયાર કરી છે.ગલીને સજાવવા યુવાનોદિવસોથી રાત-દિવસ મહેનત કરી રહ્યા હતા. દીવાલો પર કલરકામ કરવાથી લઈને, આકાશમાં જુદા-જુદા દેશોનાધ્વજ લગાવવા અને વિશાળ કટ-આઉટ્સ ઊભા કરવા સુધીનું કામ કર્યું હતું. ગલીમાં પગ મૂકતા જ એવું લાગે જાણે તમે અર્જન્ટિના કે બ્રાઝિલમાં છો. જે જે કોલોનીના લોકો મુખ્યત્વે ત્રણ ટીમોને સપોર્ટ કરે છે,જેમાં પોર્ટુગલના ચાહકો સૌથી વધારે છે.બ્રાઝિલની પાંચ વખતની ચેમ્પિયન ટીમ અને આર્જેન્ટિનાની ટીમના સપોર્ટર્સ વચ્ચે પણ ભારે ક્રેઝ જોવા મળે છે.  જેજે કોલોનીના યુવાનો પોતે પોર્ટુગલ, બ્રાઝિલ અને આર્જેન્ટિનાની ઓફિશિયલ જર્સી પહેરીને ગલીની અંદર જ ફૂટબોલની રોમાંચક મેચો રમે છે. આ કારણે સવારથી સાંજ સુધી અહીં વર્લ્ડ કપ જેવો માહોલ જોવા મળે છે. જેજે કોલોનીના સુજીત, ચંદ્રક અને અભિનય જેવા ફેન્સનું કહેવું છે કે અત્યારે અમે વિદેશી ટીમોને સપોર્ટ કરી રહ્યા છે પણ અમારું સપનું એક દિવસ ભારતને ફૂટબોલ વલ્ડ કપમાં રમતું જોવાનુંછે.

App Store

 બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી