Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT / PM Modi visited a historic Hindu temple in Indonesia, a Muslim country

VIDEO: ANDAR NI VAAT/ મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયામાં પીએમ મોદીએ ઐતિહાસિક હિન્દુ મંદિરની મુલાકાત લીધી

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન પીએમ મોદી ઇન્ડોનેશિયાના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ ઇન્ડોનેશિયાના જાવા પ્રાંતના પ્રંબનન હિન્દુ મંદીરની મુલાકાત લીધી હતી. એમ મોદી પ્રંબનન મંદીર પરિસરમાં ફર્યા હતા અને અહિયા હિન્દુ અને બૌધ શૈલીથી બનેલી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ મંદીરને નિહાળ્યા હતા. ઇન્ડોનેશિયાના મધ્ય જાવા અને યોગ્યાકાર્તા શહેરની નજીક આવેલા પ્રંબનન મંદિરને 1991માં યુનેસ્કોએ વલ્ડ હેરિટેઝ સાઇટમાં સ્થાન આપ્યું છે. વર્ષે સેંકડો પ્રવાસીઓ આ મંદીરની મુલાકાત લે છે. પીઁએમ મોદીની મુલાકાત બાદ ઇન્ડોનેશિયાનું પ્રંબનન મંદીર ચર્ચામાં આવ્યું છે. ઇન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે. વિશ્વમાં સૌથી વધારે મુસ્લીમ વસ્તી ઇન્ડોનેશિયામાં છે. એક મુસ્લીમ દેશમાં વિશાળ હિન્દુ મંદીર જોઇને આચર્ય થાય કે આટલું મોટું અને વિશાળ હિન્દુ મંદીર ભારતથી 3000 કીમી દૂર ઇન્ડોનેશિયામાં ક્યાંથી બન્યું ?

App Store

સદીઓ પહેલા ઇન્ડોનેશિયામાં બૌધ અને હિન્દુ શાસન હતું, બૌધ ધર્મી શૈલેન્દ્ર વંશના રાજાઓએ નવમી સદીમાં બૌધ ધર્મનું વિશાળ બોરોબુદુર મંદીર બનાવ્યું હતું. આ બૌધ મંદીર જોઇને સંજય વંશના હિન્દુ રાજાએ પણ બૌધ જેવું વિશાહ હિન્દુ મંદીર બનાવવાનું નક્કી ક્યું, સંજય વંશના રાજા રકાઈ પિકાતનને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું મંદીર બનાવવાનું નક્કી કર્યું. આ રીતે રકાઇ પિકાતને 9મી સદીમાં પ્રંબનન મંદીર બનાન્યું. પ્રંબનન મંદીર વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ મંદીર 240 મંદીરનો સમુહ છે. જેમા 8 મોટા મંદીર છે. જેમા શિવ, બ્રહ્મા અને વિષ્ણુના મંદીર છે. આ મંદીરોમાં સૌથી મોટું મંદીર શિવ મંદીર છે. 154 ફૂટની ઉંચાઇ ધરાવે છે. પ્રંબનન મંદીર પારંપરિક હિન્દુ સ્થાપત્ય અને સ્થાનિક જાવાનીઝ કલા શૈલીના મિશ્રણથી બનેલું છે. તેની ડિઝાઈન મેરૂ પર્વત આધારિત છે. શિવ, બ્રહ્મા અને વિષ્ણુના મંદીર સાથે નંદી, ગરુડ અને હંસના સુંદર મંદિરો પણ આવેલા છે. શિવ અને બ્રહ્મા મંદિરની પથ્થરની દિવાલો પર બારીક કોતરણીથી રામાયણની આખી વાર્તા કંડારવામાં આવી છે. વિષ્ણુ મંદિર પર કૃષ્ણલીલાના દ્રશ્યો છે. 16મી સદીમાં વિનાશક ભુકંપ કારણે મંદીર તૂંટી પડ્યું હતું. ત્યારે બાદ જ્વાળામુખી ફાટવાને કારણે મંદીર અનેક વર્ષ સુધી જંગલમાં નિર્જન રહ્યું હતું. બાદમાં ઇન્ડોનેશિયા સરકાર દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઐતિહાસને ધ્યાનમાં રાખીને વર્ષ ૧૯૯૧માં યુનેસ્કો દ્રારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજજો આપવામાં આવ્યો હતો. મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ હોવા છતાં ઇન્ડોનેશિયામાં આજે પણ હિન્દુ વારસાનું જતન થઇ રહ્યું છે. પ્રંબનન મંદીર પર દર વર્ષે રામાયણ બેલે નૃત્ય યોજાય છે. મહાશિવરાત્રી પર હિન્દુઓ વિશેષ પૂજા કરે છે. આમ પ્રંબનન મંદીર ઇન્ડોનેશિયાના ઐતિહાસિક હિન્દુ વારસાનું પ્રતિક છે.

બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી