VIDEO: ANDAR NI VAAT/ આસામઃ વિશ્વના સૌથી મોટા નદી ટાપુ માજુલી પર મોટું સંકટ
વિશ્વના સૌથી મોટો નદી ટાપુ માજુલી પર બ્રહ્મપુત્રા નદીનો ખતરો મંડરાયો છે. બ્રહ્મપુત્રા નદીમાં ચોમાચામાં આવતા સતત અને પ્રચંડ પુરના કારણે માજુલી ટાપુનું સતત ધોવાણ થઇ રહ્યું છે. પુરના કારણે માજુલીના કાંઠા વિસ્તારના સેંકડો ગામનું ધોવાણ થયું છે. લાખો હેક્ટર જમીન ધોવાઇ ગઇ છે. સતત ધોવાણના કારણે ગામ લોકો પરંપરાગત રસ્તા રસ્તા અપવાની રહ્યા છે. નદીના પ્રવાહથી પોતાની જમીનને બચાવવા માટે ગામ લોકો વાંસના ઝાડીઓની મજબુત વાડ બનાવીને કિનારે લગાવી રહ્યા છે. આથી કાંઠાનું ધોવાણ ઓછું થાય. માજુલીના લોકો વાંસના મોટી માટી ડાળીઓ કાપીને તેને એક સાથે બાંધીને મજબુત ભારો બનાવવામાં આવે છે. પછી આ ભારાને નદી કાંઠાના સપોર્ટમાં રાખી દેવામાં આવે છે. કાંઠાના ધોવાણને અટકાવવા આ પરંપરાગત રસ્તો આપનાવી રહ્યા છે. સ્થાનિક લોકો કહે છે દર વર્ષે બ્રહ્મપુત્રા નદીમાં પ્રચંડ પુર આવે છે. આ પુરમાં સેંકડો હેક્ટર જમીન ધોવાઇ જાય છે. કાંઠો ઘોવાતો જાય છે અને ટાપુ નાના થતો જાય છે. વહીવટી તંત્રને રજૂઆત કરીએ છીએ પણ કોઇ ઉકેલ આવતો નથી. કંટાળીને અમે ખેતર અને જંગલમાંથી વાંસ કાપીને સપોંટિંગ વાડ બનાવી રહ્યા છે. આ કાયમી ઉકેલ નથી પણ થોડું ધોવાણ અટકી શકે છે.
આસમનો માજુલી ટાપુ નદી કાંઠાનો વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. 1901માં માજુલી 1200 ચોરસ કીમી વિસ્તારમાં ફેલાયેલો હતો. બહ્મપુત્રા નદીના ભારે પુરને કારણે ટાપુ દર વર્ષે ધોવાતો જાય છે. આજે 100 વર્ષ બાદ માજુલી ટાપુનો ઘેરાવો માત્ર 600 ચોરસ કીમી સુધી સિમિત રહ્યો છે. મતબલ કે એક સો વર્ષમાં આ ટાપુ અડધો ધોવાઇ ગયો છે. માજુલીમાં ભયાનક ધોવાણ પાછળનું કારણ બ્રહ્મપુત્રા નદીનું રૌદ્ર સ્વરૂપ છે. ચોમાસા દરમિયાન તિબેટ અને અરુણાચલ પ્રદેશના પહાડોમાંથી ભારે વરસાદનું પાણી નદીમાં આવે છે. આ પ્રવાહ અત્યંત વેગવંતો હોય છે. વળી હિમાલયના વહેણના કારણે માટી અને કાંપથી નદીનું તળિયું ભરાઈ જાય છે. આ કારણે નદીના કાંઠા પર નરમ માટી પત્તાના મહેલની જેમ પડે છે. આ રીતે છેલ્લા સો વર્ષમાં હજારો લોકોના ખેતરો નદીમાં ગરકાવ થઈ ચૂક્યા છે.
નદીના પ્રવાહને રોકવા સરકાર દ્વારા માટી ભરેલા કોથળા, પથ્થરોના પાળા અને કૉંક્રિટના પિલર બનાવવામાં આવ્યા છે. પણ નદીના પ્રચંડ પ્રવાહ કામ સામે ટૂંકી પડે છે. આમ માંજુલી ટાપુ દિવસે દિવસે ધોવાઇને નાનો થઇ રહ્યો છે.
બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

