Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDAR NI VAAT/ PM Modi saw world's largest tortoise and largest leopard in Seychelles

VIDEO: ANDAR NI VAAT/ પ્રધાનમંત્રી મોદીએ સેશેલ્સમાં વિશ્વના સૌથી મોટો કાચબો અને સૌથી મોટું નારિયેર જોયું

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પીએમ નરેન્દ્ર મોદી હિન્દ મહાસાગરના ટાપુ દેશ સેશેલ્સની મુલાકાતે છે. સેશેલ્સની મુલાકાત દરમિયાન તેઓ સેશેલ્સના વડાપ્રધાન સાથે રાજધાની વિક્ટોરિયા ખાતે આવેલા સેશેલ્સ બોટનિકલ ગાર્ડનની મુલાકાતે ગયા હતા. આ ગાર્ડનની બે વસ્તુઓએ સૌનું ધ્યાન ખેચ્યું હતું. બોટનિકલ ગાર્ડનમાં પીએમ મોદીનું આલ્ડાબ્રા કચબા અને કોકો ડી મેર એટલે કે દરિયાઇ નારિયેરએ ખાસ ધ્યાન ખેચ્યું હતું. પીએમ મોદીએ ગાર્ડનમાં આલ્ડાબ્રા કાચબાને ખોરાક ખવડાવ્યો હતો અને ગાર્ડનના અધિકારી પાસેથી કાચબા વિશે માહિતી મેળવી હતી. આલ્ડાબ્રા કાચબાનું કદ જોઇને જ ખ્યાલ પડે કે આ કચબા સામાન્ય નથી. સેશેલ્સના આલ્ડાબ્રા ડાપુ પર જોવા મળતા આ ખાસ કાચબા માત્ર સેશેલ્સમાં જ જોવા મળે છે. આ કારણે જ યુનેસ્કોએ તેને દુર્લભ પ્રજાતીમાં મુક્યો છે. આ કાચબો ચાર ફૂટની ઉંચાઇ ધરાવે છે. પીએમ મોદીની આસપાસ જે કાચબા ફરી રહ્યા છે તેની ઉંમર 150 વર્ષની આસપાસની છે. 150 વર્ષથી વધારે ઉંમરના અનેક કાચબા એક જ જગ્યાએ હોય તેવી એક માત્ર જગ્યા વિક્ટોરિયા બોટનિકલ ગાર્ડન છે. આલ્ડાબ્રા 200 વર્ષ વધારે પણ જીવી શકે છે. આ કાચબાનું વજન 300થી 350 કીલી ગ્રામ હોય છે. યુનેસ્કો દ્રારા આ કાચબાને સંરક્ષીત રાખવામાં આવ્યા છે. વિક્ટોરિયા બોટનિકલ ગાર્ડનમાં બીજી પણ એક નોંધપાત્ર વસ્તુ પીએમ મોદી સામે આવી હતી. ગાર્ડનની મહિલાએ કાળા ગોળ પથ્થર જેવી દેખાતી એક વસ્તુ બતાવી હતી. હકીકતમાં આ કોઇ પત્થર નહીં પણ કોકો ડી મેર અટલે કે દરિયાઇ નારિયેર છે. આ નારિયેર વિશ્વનું સૌથી મોટુ નારિયેર છે. કોકો ડી મેર વિશ્વમાં માત્ર સેશેલ્સમાં જ પ્રાસલિન અને ક્યુરીયુઝ નામના બે ટાપુ પર જ થાય છે. કોકો ડી મેર ફ્રેન્ચ નામ છે. સદીઓ પહેલા આ નારિયેર માલદિવ અને ભારતના દરિયા કિનારે તણાઇને આવતા હતા. લોકો માનતા કે આ નારિયેળ જમીન પર નહીં દરિયામાં ઉજતું હશે. માટે આ નારિયેરનું નામ દરિયાઇ નારિયેર પડ્યું છે. કોકો ડી મેર નારિયેર કુદરતી રીતે ઉગે છે. સેશેલ્સમાં આ નારિયલનું ખરિદ-વેચાણ પ્રતિબંધિત છે. સરકારની પરમિશન વગર નારિયેલ વેચી શકાતું નથી. કોકો ડી મેર નારિયેરની કિંમત બે લાખ જેટલી હોય છે. દરિયાઇ નારિયેરનું વજન 25થી 30 કીલો જેટલું હોય છે. તે નારેયેરીના ઝાડ પર સાતથી આઠ વર્ષે તૈયાર થાય છે. તેના ઝાડનું આયુષ્ય 250થી 300 વર્ષનું હોય છે. નારિયેરીની ઉંચાઇ પણ 100 ફૂટ જેટલી હોય છે. આમ કોકો ડી મેરએ વિશ્વમાં દુર્લભ નારિયેર છે. પીએમની સેશેલ્સની મુલાકાતમાં બે મહત્વની ઔતિહાસિક વસ્તુઓ સામે આવી હતી. જેનું દુનિયા પર દ્યાન ગયું છે.

App Store

બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી