Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sunil Narine has a unique record in IPL

VIDEO: IPLમાં સુનીલ નરેનના નામે છે એક અનોખો રેકોર્ડ, આ સિદ્ધિ હાંસલ કરનાર છે વિશ્વનો એક માત્ર બેટ્સમેન

Timeછેલ્લું અપડેટ : 25 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL ઈતિહાસમાં અનેક મહાન બેટ્સમેનોએ રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ 19 વર્ષની સફરમાં એક એવો અનોખો રેકોર્ડ છે જે માત્ર એક જ ખેલાડીના નામે છે. વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ઓલરાઉન્ડર સુનીલ નરેને IPLમાં ઓપનિંગ કરવાથી લઈને 11 નંબર સુધી, એટલે કે તમામ પોઝિશન પર બેટિંગ કરી છે. સામાન્ય રીતે બોલિંગ માટે જાણીતા નરેનને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની ટીમે દરેક ક્રમ પર અજમાવ્યો છે.

App Store

ઓપનિંગમાં દમદાર બેટિંગ, મિડલ ઓર્ડરમાં નબળું પ્રદર્શન

સુનીલ નરેન જ્યારે પણ ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવા આવ્યો છે ત્યારે તેણે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી છે. નરેને 126 ઈનિંગ્સમાં 165.30ના શાનદાર સ્ટ્રાઈક રેટથી કુલ 1820 રન બનાવ્યા છે. તેણે ઓપનિંગમાં આવીને 177.98ના સ્ટ્રાઈક રેટથી 1342 રન ફટકાર્યા છે, જેમાં 1 સદી અને 6 અડધી સદી સામેલ છે. તેનો હાઈએસ્ટ સ્કોર 109 રન છે. રસપ્રદ વાત એ છે કે મિડલ ઓર્ડરમાં (નંબર 4, 5 કે 6 પર) નરેનનું પ્રદર્શન નબળું રહ્યું છે અને ત્યાં તેની એવરેજ 10 રનથી પણ ઓછી છે.

નરેન સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સમાં ત્રીજા સ્થાને

સુનીલ નરેન માત્ર આક્રમક બેટર જ નહીં, પરંતુ IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ બોલર્સમાં ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી કુલ 207 વિકેટ ઝડપી છે અને તે કેકેઆર તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. T20 ક્રિકેટમાં જ્યાં બેટ્સમેનો રન લૂંટતા હોય છે, ત્યાં નરેનનો ઈકોનોમી રેટ 7ની આસપાસ રહે છે, જે તેની બોલિંગ પરની પકડ દર્શાવે છે. તે IPLમાં ઘણી વખત મેચમાં 4 કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી ચૂક્યો છે.