મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDAR NI VAAT/ જમ્મુ કશ્મિરના ભલેસામાં સેનાનું સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર ભલેસામાં સુરક્ષા દળોએ આતંકવાદી નેટવર્કને ને

તસવીર: gstv

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર ભલેસામાં સુરક્ષા દળોએ આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મળેલી ગુપ્ત માહિતીના આધારે  જમ્મુ-કાશ્મીર પોલીસ, સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ ના જવાનોએ સંયુક્ત ગાંદોહ અને ભલેસાના ચાર અલગ-અલગ શંકાસ્પદ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. પેરા મિલિટરી ફોર્સને બાતમી મળી હતી કે ભલેસામાં કેટલાક ઘરમાં શંકાસ્પદ ગતિવિધિ થઇ હતી. આ શંકાસ્પદ ઘટનમાં કેટલાક લોકો સ્થાનિક મદદગારોની મદદથી ગતિવિધિ કરી રહ્યા હોવાના ઇનપુટ મળ્યા હતા.  આટલું જ નહીં કેટલાક સ્થાનિક લોકો લોજેસ્ટીક સપોર્ટ આપી રહ્યા હોવાની પણ બાતમી મળી હતી. આ બાતમીના આધારે સ્પેશિયલ ટીમ દ્રારા કેટલાક ઘરની જડતી લેવામાં આવી હતી. સલામતી જવાનોએ  આ ઘરોને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને બારિકાઇથી તપાસ હાથ ઘરી હતી. પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ ઓપરેશનનો મુખ્ય હેતુ આતંકવાદીઓ માટે 'ઓવરગ્રાઉન્ડ વર્કર્સ'  તરીકે કામ કરતા સ્થાનિક મદદગારો, આશ્રયદાતાઓ અને સરહદ પારથી મળતા નાણાકીય ભંડોળ કે હથિયારોના નેટવર્કને પાયામાંથી તોડી પાડવાનો છે. જમ્મુ-કાશ્મીરમાં ખાસ કરીને જમ્મુ ડિવિઝનના ડોડા, પુંછ અને રાજૌરી જેવા પહાડી વિસ્તારોમાં છેલ્લા 40 દિવસથી એન્ટિ-ટેરર ઓપરેશન્સ અવિરતપણે ચલાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં આ વિસ્તારોમાં આંતકવાદી ગતિવિધિ અને ઘૂસણખોરીની આશંકા દેખાઇ રહી છે. આ કારણે સલમતી દળો સર્તક રહીને સતત ઓપરેશન ચલાવી રહ્યા છે. આ ઓપરેશનમાં આધુનિક ટેકનોલોજી, ડ્રોન કેમેરા અને સ્નિફર ડોગ્સની મદદ પર લેવાઇ રહી છે. ગાઢ જંગલો અને પહાડી ગુફાઓની પણ તલાશી લઈ રહ્યા છે. શંકાસ્પદ ઘરોમાંથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને ડિજિટલ દસ્તાવેજો જપ્ત કરીને તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરી દેવાઈ છે. હાઈવે પર નાકાબંધી કરીને દરેક વાહનનું ચેકિંગ કરાઈ રહ્યું છે. જેથી આતંકવાદી આકાઓના ઈશારે ચાલતા આ છૂપા નેટવર્કનો સંપૂર્ણ સફાયો કરીને કાશ્મીરમાં કાયમી શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

આ સમાચાર શેર કરો