Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Young man lifts entire bike including wife

VIRAL VIDEO : લાઇક્સ અને વ્યુઝની ઘેલછા: યુવકે પત્ની સહિત આખી બાઇક ઊંચકી

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સોશિયલ મીડિયા પર વધુ પડતા લાઈક્સ, વ્યુઝ અને ફોલોઅર્સ મેળવવાની ચાહત આજે ઘણા લોકોને એવા પગલાં ભરવા માટે મજબૂર કરી રહી છે, જે તેમના જીવ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાંથી સામે આવેલો એક તાજો મામલો આ વધતી જતી વિકૃતિ તરફ ઈશારો કરે છે. અહીં એક યુવકે પોતાની જાતને શક્તિશાળી અને કંઈક અલગ સાબિત કરવા માટે એવો સ્ટંટ કર્યો, જેનો વીડિયો જોતજોતામાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. જોકે, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરીને આ યુવક સામે કડક પગલાં લીધા છે.

App Store

શું જોવા મળ્યું આ વીડિયોમાં?

ખરેખર તો, પ્રતાપગઢના પ્રખ્યાત બેલ્હા દેવી મંદિરના ઘાટ પર શૂટ કરવામાં આવેલા એક વીડિયોમાં એક યુવક પોતાની પલ્સર બાઇકને બંને હાથથી હવામાં ઊંચકતો જોવા મળે છે. નવાઈની વાત તો એ છે કે, બાઇક ઊંચક્યા પછી તેની પત્ની તે જ બાઇક પર બેસી જાય છે અને આ યુવક બાઇકની સાથે-સાથે પત્નીનું વજન પણ ઊંચકવાનો પ્રયાસ કરતો દેખાય છે. આ આખા સ્ટંટને કેમેરામાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો, જ્યાં તે તેજીથી લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો.

જીવનું જોખમ અને લોકોનો વિરોધ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્ટંટમાં જે પલ્સર બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનું વજન આશરે દોઢ ક્વિન્ટલ (150કિલો) જેટલું હોવાનું કહેવાય છે. જ્યારે બાઇક પર બેઠેલી મહિલાનું વજન લગભગ 70 કિલોગ્રામ હતું. આવી સ્થિતિમાં કુલ વજન ખૂબ જ વધારે થઈ જાય છે, જેને ઊંચકવાનો પ્રયાસ કરવો એ કોઈપણ સમયે ગંભીર અકસ્માત અને મોટી ઈજાનું કારણ બની શકતો હતો.

આ ખતરનાક સ્ટંટ બેલ્હા દેવી મંદિર પરિસરના ઘાટ પર કરવામાં આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓએ આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. લોકોનું કહેવું છે કે ધાર્મિક સ્થળો પર આવી પ્રવૃત્તિઓ કરવી બિલકુલ યોગ્ય નથી. તેમનું માનવું છે કે મંદિર પરિસર એ શ્રદ્ધા અને આસ્થાનું સ્થાન છે, જ્યાં આવા જોખમી સ્ટંટ કરવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. આ સાથે જ, જો સ્ટંટ દરમિયાન કોઈ દુર્ઘટના ઘટી હોત, તો ત્યાં હાજર અન્ય લોકોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ શકી હોત.