Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Why people who went abroad do not come back to India? Video of Indian youth from America goes viral

VIDEO: વિદેશ ગયેલા લોકો ભારત કેમ પાછા નથી આવતા? અમેરિકાથી ભારતીય યુવકનો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકામાં રહેતા એક ભારતીય વ્યક્તિએ જણાવ્યું છે કે શા માટે ઘણા લોકો, જે શરૂઆતમાં થોડા વર્ષો માટે વિદેશમાં કામ કરવાનું આયોજન કરે છે, તે આખરે ભારત પાછા ફરવું મુશ્કેલ અનુભવે છે. શાંતિપૂર્ણ વાતાવરણથી લઈને શ્રેષ્ઠ તકો અને સુવિધાયુક્ત જીવનશૈલી સુધી, તેણે અમેરિકામાં જીવનના એવા ઘણા પાસાઓ પર પ્રકાશ પાડ્યો જે આવા નિર્ણયોને પ્રભાવિત કરે છે. ગૌરવ મખલોગા નામના આ વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં તેમણે બતાવ્યું કે અમેરિકા ગયા પછી તેમનો દ્રષ્ટિકોણ કેવી રીતે બદલાઈ ગયો.

App Store

બતાવ્યું અમેરિકાનું શાંત વાતાવરણ

વિડિયોમાં તેમણે પોતાના રહેણાંક વિસ્તારનું શાંત અને લીલુંછમ વાતાવરણ બતાવ્યું હતું. સાંજના સમયે ભીડભાડ અને ઘોંઘાટની ગેરહાજરીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આવું વાતાવરણ લોકોને સ્વદેશ પાછા ફરવાની પોતાની યોજનાઓ પર પુનર્વિચાર કરવા માટે કેમ પ્રેરે છે. તેમણે કહ્યું કે, "જુઓ, સાંજ થઈ ગઈ છે અને દૂર-દૂર સુધી કોઈ દેખાતું નથી. અહીં એટલી શાંતિ ભાઈ! આ જગ્યા છોડીને જવાનું કોનું મન થાય? વળી, એ વાત અલગ છે કે પોતાના ઘર અને પોતાના દેશ જેવી બીજી કોઈ જગ્યા નથી હોતી."

લાઇફસ્ટાઇલ વિશે વાત કરી

ગૌરવ મખલોગાએ આગળ કહ્યું કે પ્રોફેશનલ તકોની ઉપલબ્ધતા, આધુનિક સુવિધાઓ અને આરામદાયક લાઇફસ્ટાઇલ અવારનવાર એનઆરઆઈ (NRIs) માટે આ દેશ છોડવાનું મુશ્કેલ બનાવી દે છે. તેમણે ઉમેર્યું કે, "અહીં એટલી બધી તકો અને આરામદાયક સુવિધાઓ છે કે લોકોનું આ જગ્યા છોડીને જવાનું મન જ નથી થતું. જુઓ અહીં ચારેય બાજુ કેટલી હરિયાળી છે? એટલા માટે જ લોકો અહીંથી પાછા જવા નથી માંગતા.

યુઝર્સે આપી પ્રતિક્રિયાઓ

આ વિડિયો પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી:

એક યુઝરે લખ્યું: "તમે એકદમ સાચું કહી રહ્યા છો."

બીજા યુઝરે લખ્યું: "હા, હું તમારી વાત સાથે સહમત છું."

ત્રીજાએ લખ્યું: "ખૂબ સુંદર જગ્યા છે, પણ ભારતનું પોતાનું અલગ જ આકર્ષણ છે."

ચોથાએ લખ્યું: "અમેરિકા આરામ આપે છે, પણ ઘર તો ઘર જ હોય છે."

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એક અમેરિકન મહિલાએ ભારતમાં સસ્તા દરે દવાઓ મળતા અમેરિકાની મોંઘી હેલ્થકેર સિસ્ટમની ટીકા કરતો વિડિયો શેર કર્યો હતો.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News