VIDEO: ગુજરાત યુનિવર્સિટીના સમરસ ગર્લ્સ હોસ્ટેલના રસ્તાઓ પાણીમાં ગરકાવ, વિદેશી વિદ્યાથીઓએ વ્યક્ત કર્યો રોષ
સોર્સ : gstv
અમદાવાદમાં શહેરમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ગુજરાત યુનિવર્સિટી સંચાલિત સમરસ ગર્લ્સ હોસ્ટેલ બહારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. હોસ્ટેલ અને NRI હોસ્ટેલના રસ્તા પર ઢીંચણ સમા પાણી ભરાતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. વિદેશી વિધાર્થીઓએ તંત્રની કામગીરી સામે વ્યક્ત નારાજગી વ્યક્ત કરી છે. બાંગ્લાદેશ અને નેપાળની યુવતીઓએ કહ્યું છે કે તંત્રએ ડ્રેનેજ લાઇન બાબતે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ભારે વરસાદને પગલે ફૂડ ડિલિવરી પણ પહોંચતી ના હોવાની ફરિયાદ ઉઠી છે.

