VIDEO: અમદાવાદની સમરસ કુમાર હોસ્ટેલમાં ભોજનમાંથી નીકળ્યું પ્લાસ્ટિક, વીડિયો થયો વાયરલ
સોર્સ : gstv
અમદાવાદની સમરસ કુમાર છાત્રાલય અવાર નવાર વિવાદમાં આવતું જ હોય છે. એવામાં આ વખતે હોસ્ટેલના ભોજનમાંથી પ્લાસ્ટિક નીકળવાની બાબત ધ્યાનમાં આવી છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં આ બાબતની જાણ કરવામાં આવી છે.
ખીચડીમાંથી નકળ્યું પ્લાસ્ટિક
સમરસ કુમાર છાત્રાલયમાંથી એક વિદ્યાર્થીએ ખીચડીમાંથી પ્લાસ્ટિક નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવે છે કે જમવાની ડીશમાંથી પ્લાસ્ટિકનો ટુકડો બહાર કાઢવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સમરસ હોસ્ટેલ અવાર નવાર વિવાદમાં આવે છે. અગાઉ પણ અહીં ભોજનમાંથી ગરોળી, વંદા અને જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું.

