Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A young woman ended her life by jumping from the 14th floor of Sardar Awas in Shastri Nagar.

Ahmedabad news: શાસ્ત્રીનગરના સરદાર પટેલ આવાસના 14મા માળેથી કૂદી યુવતીએ જીવન ટૂંકાવ્યું

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: શાસ્ત્રીનગરના સરદાર પટેલ આવાસના 14મા માળેથી કૂદી યુવતીએ જીવન ટૂંકાવ્યું
સોર્સ : GSTV

Ahmedabad news: અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા સરદાર પટેલ આવાસ યોજનાના 14મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. યુવતીના આપઘાતનું કારણ અકબંધ છે. ઘટના અંગેની જાણ થતા ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવતી અન્ય સ્થળેથી આવીને આપઘાત કર્યાનું સામે આવ્યું છે. જો કે, યુવતીની ઓળખ અને અન્ય બાબતો અંગે પોલીસ તપાસ કરી રહી છે.

App Store

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના શાસ્ત્રીનગરમાં સ્થિત સરદાર પટેલ આવાસના ટેરેસ પરથી અજાણી યુવતીએ આવીને અચાનક નીચે પડતું મૂકી દેતા તેનું કમકમાટીભર્યું મોત નિપયું હતું. જેને લઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ કરી હતી. યુવતી અંગે સૌને પૂછપરછ કરી હતી.  યુવતીનું મોત કે આપઘાત તે અંગે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જો કે. યુવતીના પર્સમાંથી મોબાઈલ અને આધાર કાર્ડ કે અન્ય વસ્તુઓને લઈ પોલીસે તપાસ કરી છે.

અમદાવાદ શહેરમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જો કે, આ માટે પોલીસ તંત્ર, અન્ય વિભાગ પણ ચિંતિત છે. આપઘાત પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. પરંતુ સતત વધારો થવો એ ખરાબ પરિબળ ગણાય છે.