Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Who is this unknown person with Dhanashree Verma?

ધનશ્રી સાથે કોણ છે આ અજાણ્યો શખ્સ? ચહલની મિસ્ટ્રી ગર્લ સાથે તસવીર વચ્ચે સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2025
લાઇવ ટીવીGoogle News
ધનશ્રી સાથે કોણ છે આ અજાણ્યો શખ્સ? ચહલની મિસ્ટ્રી ગર્લ સાથે તસવીર વચ્ચે સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો.આ મિસ્ટ્રી ગર્લ બીજુ કોઇ નહીં પણ RJ મહવિશ છે જે રાતો રાત સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઇ હતી.જોકે, ચહલની પૂર્વ પત્ની ધનશ્રીની પણ એક તસવીર વાયરલ થઇ છે. ધનશ્રી આ દરમિયાન કોઇ અજાણ્યા શખ્સ સાથે જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ બન્ને તસવીરોને એક સાથે લઇને કમ્પેર કરી રહ્યાં છે.

App Store

ધનશ્રી સાથે કોણ છે આ મિસ્ટ્રી મેન?

ધનશ્રી વર્માની ટીવી એક્ટર પ્રતિક ઉત્તેકર સાથેની તસવીર વાયરલ થઇ છે. પ્રતિક ઉત્તેકર ટીવીની દુનિયામાં જાણીતું નામ છે અને તે કેટલાક રિયાલિટી શોમાં પણ જોવા મળી ચુક્યો છે. પ્રતિક ઉત્તેકર કોરિયોગ્રાફર પણ છે. સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, માધુરી દીક્ષિત અને નોરા ફતેહી સાથે પણ કામ કરી ચુક્યો છે.

ચહલ સાથે જોવા મળી મિસ્ટ્રી ગર્લ

ધનશ્રી વર્મા સાથે છુટાછેડા બાદ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ નવા અફેરને લઇને ચર્ચામાં છે. ચહલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ દરમિયાન દુબઇ ક્રિકેટ સ્ટેડિયમમાં જોવામાં આવ્યો હતો. ચહલ સાથે એક મિસ્ત્રી ગર્લ પણ હતી. જોકે, શરૂઆતમાં આ મિસ્ટ્રી ગર્લ કોણ છે તેની ઓળખ થઇ શકી નહતી પણ સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને ઓળખી લીધી હતી.

ચહલ સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ RJ મહવાશ છે. જે દિલ્હીમાં એક રેડિયો જોકી છે. રેડિયો જોકી સિવાય સોશિયલ મીડિયા પર કંટેન્ટ ક્રિએટર પણ છે. 

ચહલ-ધનશ્રી અલગ થયા

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા. ધનશ્રી એક ડાન્સર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ચહલ અને ધનશ્રી હવે અલગ થઇ ગયા છે. ચહલે ધનશ્રીથી છૂટાછેડા માટે 60 કરોડ રૂપિયા ભરણપોષણના આપવા પડ્યા છે.