Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : VIRAL VIDEO: Paralyzed leopard kept on fighting to save life, leopard finished the game in seconds!

VIRAL VIDEO: લકવાગ્રસ્ત ચિત્તો જીવ બચાવવા તરફડિયાં મારતો રહ્યો, દીપડાએ સેકન્ડોમાં કર્યો ખેલ ખતમ!

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જંગલમાં દર પળે જીવન અને મરણની જંગ ચાલતી રહે છે. આ વાતને સાચી સાબિત કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દીપડો ચિત્તાને પોતાનો શિકાર બનાવતો જોવા મળી રહ્યો છે.

App Store

સોશિયલ મીડિયા પર આજકાલ વાઇલ્ડલાઇફ સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ખૂબ જ હેરાન પણ છે અને ભાવુક પણ. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક લકવાગ્રસ્ત ચિત્તો પોતાનો જીવ બચાવવાનો પૂરો પ્રયાસ કરે છે, પરંતુ અંતે તે એક દીપડાનો શિકાર બની જાય છે.

દીપડા સામે લાચાર પડેલો ચિત્તો

આ વીડિયોને સોશિયલ સાઇટ X પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ચિત્તાને લકવો મારી ગયો છે અને તે જમીન પર પડીને ધ્રૂજતો જોવા મળી રહ્યો છે. લકવો મારવાને કારણે તે ઊભો પણ થઈ શકતો નથી. એટલામાં જ તેની નજર પોતાની તરફ આવતા એક દીપડા પર પડે છે.

ખતરો જોઈને ચિત્તો પોતાનો જીવ બચાવવા માટે ઘણી કોશિશ કરે છે. તે પોતાને ઢસડીને આગળ વધે છે અને ત્યાંથી ભાગી જવા માંગે છે, પરંતુ બિચારા તે ચિત્તાનું શરીર તેનો સાથ આપતું નથી. બીજી તરફ, દીપડો તરત જ આગળ વધીને તે ચિત્તાની ગરદન પકડી લે છે અને તેને પોતાના જડબામાં દબાવી દે છે. ઘાયલ અને નબળો હોવાને કારણે ચિત્તો પોતાને બચાવી શકતો નથી અને આખરે દીપડો તેને પોતાનો શિકાર બનાવી લે છે.