VIRAL VIDEO : દેશી અંદાજમાં મહિલાએ દોડાવી લક્ઝરી કાર, આ દૃશ્ય જોઈ તમે પણ કહેશો વાહ રે વાહ
સોર્સ : gstv
આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક મહિલા દેશી અંદાજમાં લક્ઝરી કાર ચલાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં એક મહિલા પરંપરાગત દેશી લુકમાં લક્ઝરી કાર ચલાવતી જોઈ શકાય છે. મહિલાએ પોતાના માથા પર ઓઢણી રાખી છે અને તે સામાન્ય પરંપરાગત પોશાકમાં સજ્જ છે. આ પરંપરાગત પહેરવેશમાં મહિલાને સ્પોર્ટ્સ કાર ચલાવતી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને એટલે જ આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક વૈભવી, હાઈ-પરફોર્મન્સ ગાડી અને તેના પરંપરાગત ભારતીય પહેરવેશ વચ્ચેનો આ વિરોધાભાસ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

