Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : VIRAL / Seeing the passion and passion of the old woman in the gym, people said- 'Grandma turned out to be a rock star'

VIDEO: VIRAL / જીમમાં વૃદ્ધ મહિલાએ કર્યું એવું વર્કઆઉટ, જુસ્સો જોઈને લોકો બોલ્યા- 'દાદીમા તો રોકસ્ટાર નીકળ્યા'

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કહેવાય છે ને કે જો મનમાં કંઈક કરી બતાવવાનો ઉત્સાહ હોય, તો ઉંમર ક્યારેય આડે નથી આવતી. આ વાતને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક વૃદ્ધ મહિલાએ સાચી સાબિત કરી બતાવી છે. સામાન્ય રીતે જીમમાં યુવાનોને મોર્ડન સ્પોર્ટ્સ વેર કે ટ્રેકસૂટમાં પરસેવો પાડતા જોવામાં આવે છે, પરંતુ જ્યારે લાલ સાડી પહેરીને અને માથે સાડીનો છેડો  રાખીને એક દાદી જીમની મશીન પર બેસીને ડમ્બલ્સ ઉપાડવા લાગ્યા, ત્યારે સૌ કોઈ જોતા જ રહી ગયા.

App Store

ઇન્ટરનેટ પર સામે આવેલા આ નાના એવા વિડીયો ક્લિપમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા જીમમાં 'પ્રીચર કર્લ' મશીન પર બેઠેલા છે. તેમણે પરંપરાગત લાલ રંગની સાડી પહેરેલી છે અને પોતાનો પલ્લુ પણ સરસ રીતે સંભાળી રાખ્યો છે. કોઈ પણ જાતના સંકોચ વગર દાદી ખૂબ જ આસાનીથી મશીન પર બાઈસેપ્સ એક્સરસાઇઝનો સેટ પૂરો કરી રહ્યા છે. સાથે જ, વિડીયોના બેકગ્રાઉન્ડમાં વાગી રહેલા દેશી રમૂજી ઓડિયો અને દાદીના આ મજબૂત ઈરાદાએ લોકોના દિલ જીતી લીધા છે.