VIDEO: ઋષિકેશમાં નદી પાર કરવાનો પ્રયાસ પડ્યો ભારે, પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયો યુવક
સોર્સ : gstv
ઉત્તરાખંડ: ઋષિકેશના ચીલા રોડ પર આવેલી બીન નદી પાર કરવાનો પ્રયાસ એક સ્કૂટી સવાર માટે જીવલેણ સાબિત થવાનો હતો. નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે સ્કૂટી અચાનક ફસાઈ ગઈ અને યુવકનો જીવ જોખમમાં મુકાઈ ગયો. આ દરમિયાન સ્કૂટી પર રાખેલો કિંમતી સામાન નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો. જોકે, સદનસીબે સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ સમયસર બહાદુરી બતાવી નદીમાં ઝંપલાવ્યું અને યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. સ્થાનિકોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

