Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rain in Dehradun - clouds burst

VIDEO: દહેરાદૂનમાં આભ ફાટતાં ટપકેશ્વર મંદિર ડૂબ્યું, ઋષિકેશમાં ચંદ્રભાગા નદીમાં પૂર 

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : x

દેહરાદૂન ખાતે વાદળ ફાટ્યા બાદ ઋષિકેશમાં આજે સવારથી ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું છે. નદીના પાણી હાઇવે પર પહોંચી ગયા છે. SDRF ટીમે ચંદ્રભાગા નદીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવ્યા. જ્યારે ઘણા વાહનો પાણીમાં ફસાયેલા છે.

App Store

રાત્રે પડેલા વરસાદ બાદ હિમાચલ પ્રદેશના મંડીના ધરમપુર બસ સ્ટેન્ડમાં પણ કાટમાળ ભરાઈ ગયો હતો. ઘણી બસ પૂરમાં તણાઈ ગઈ હતી. રાજ્યમાં 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ છે. 493 રસ્તાઓ પર વાહનવ્યવહાર ઠપ્પ છે.

હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર

ગઈ રાત્રે ધરમપુરમાં ભારે વરસાદથી આખું બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું, જેમાં બસો અને અન્ય વાહનો તણાઈ ગયા. સોનખડનું જળસ્તર વધતા લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું. આ ઘટનામાં એક વ્યક્તિ ગુમ છે. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે લોકોએ રાત્રે ઘરની છત પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો અને પોલીસે તત્કાળ બચાવ કામગીરી શરૂ કરી હતી.

સીએમ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, "મોડી રાત્રે દેહરાદૂનના સહસ્ત્રધારામાં ભારે વરસાદને કારણે કેટલીક દુકાનોને નુકસાન થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર, એસડીઆરએફ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હું આ સંદર્ભમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.