VIDEO: દુબઈની લક્ઝુરિયસ લાઈફની 'અદ્રશ્ય કિંમત'! વિદેશની ધરતી પરથી ભારતીય યુવતીનો ઈમોશનલ વીડિયો
દુબઈમાં એકલી રહેતી એક ૨૩ વર્ષની ભારતીય યુવતીએ એવા બલિદાનો (ત્યાગ) વિશે ખુલીને વાત કરી છે, જે અવારનવાર આ આકર્ષક શહેરના ઊંચા પગાર, કરિયર ગ્રોથ અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલની પાછળ છુપાયેલા રહે છે. આ યુવતીએ પરિવારથી દૂર પોતાનું જીવન બનાવતી વખતે વેઠવું પડતું એકલવાયુંપણું, ઘરની યાદ (હોમસિકનેસ) અને માનસિક દબાણ વિશે દિલ ખોલીને વાત કરી છે.
દુબઈના સપનાનું અજાણ્યું પાસું
યુવતીએ સમજાવ્યું કે સોશિયલ મીડિયા અવારનવાર વિદેશના જીવનની માત્ર હકારાત્મક (પોઝિટિવ) બાજુ જ બતાવે છે, જેમાં વીકેન્ડની મજા, આલીશાન વાતાવરણ અને કરિયરની સફળતા સામેલ છે. જોકે, તેણે કહ્યું કે આ તસવીરો ઘરથી દૂર રહેવાની ભાવનાત્મક કિંમતને ક્યારેય નથી દર્શાવી શકતી.
તેણે કેપ્શનમાં લખ્યું:
"આપણા દુબઈના સપનાની એક અદ્રશ્ય કિંમત હોય છે. સોશિયલ મીડિયા પર બધાને આપણી સુંદર લાઈફસ્ટાઈલ, વીકેન્ડના નજારા અને કરિયર ગ્રોથ દેખાય છે, પણ આ મોટા શહેરમાં રહેવા માટે જે કિંમત આપણે ચૂકવીએ છીએ, તે માત્ર ઘરથી દૂર રહેનારા જ સમજી શકે છે. પરિવારના મહત્વના પ્રસંગોમાં હાજર ન રહી શકવું, થકવી નાખનારા કોર્પોરેટ દિવસ પછી બધું જ એકલા હાથે સંભાળવું અને અચાનક આવતી ઘરની યાદો સાથે લડવું, આ બધું ક્યારેક માનસિક રીતે ખૂબ જ ભારે પડી જાય છે."
'યાદ રાખો કે તમે શરૂઆત કેમ કરી હતી'
મુશ્કેલ પળોને ઉજાગર કરવા છતાં, યુવતીએ પોતાના સંદેશનો અંત એક હકારાત્મક અને ઉત્સાહવર્ધક લહેજા સાથે કર્યો હતો. તેણે કહ્યું કે, આજે આપવામાં આવી રહેલું બલિદાન પોતાના સ્નેહીજનો માટે આર્થિક સ્વતંત્રતા અને એક સુરક્ષિત ભવિષ્ય બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
"પરંતુ યાદ રાખો કે તમે આ સફરની શરૂઆત કેમ કરી હતી. આર્થિક આઝાદી મેળવવા અને પોતાના પરિવાર માટે એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે આજે પોતાના આરામદાયક જીવનનો ત્યાગ કરવો એ સૌથી મોટું સાહસ છે. તમારું આ બલિદાન જ તમારા સામ્રાજ્યનું નિર્માણ કરી રહ્યું છે."
સોશિયલ મીડિયા યુઝર્સે આપી પ્રતિક્રિયાઓ
આ વીડિયો પર વિદેશમાં રહેતા ઘણા યુઝર્સે કમેન્ટ્સ કરી, કારણ કે તેને આ વાત પોતાની લાગી.
એક યુઝરે લખ્યું: "આ વાત મારા દિલને સ્પર્શી ગઈ, મને પણ આવો જ અનુભવ થાય છે."
બીજા યુઝરે લખ્યું: "હું તમારી વાત સાથે સો ટકા સહમત છું."
ત્રીજા યુઝરે લખ્યું: "હા, આ જ કડવી વાસ્તવિકતા છે."
અન્ય એક યુઝરે કહ્યું: "આ વાત બિલકુલ સાચી છે."

