Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : The elephant saved the tiger trapped in the flood? Viral video true or false?

VIDEO: પૂરમાં ફસાયેલા વાઘને હાથીએ બચાવ્યો? વાયરલ વીડિયો સાચો કે ખોટો?

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Elephant Rescues Tiger Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ પ્રાણીઓ સાથે જોડાયેલા અનેક વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો લોકોને ચોંકાવી દે છે, તો કેટલાક દિલ જીતી લે છે. હાલ એવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂરના તેજ પ્રવાહમાં ફસાયેલા વાઘનો જીવ એક હાથીએ બચાવ્યો હતો. જોકે, વીડિયોની સચ્ચાઈને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે અને ઘણા લોકો તેને AIથી બનાવેલો વીડિયો ગણાવી રહ્યા છે.

App Store

પૂરના પાણીમાં ફસાયેલા વાઘને હાથીએ આપ્યો સહારો

વાયરલ વીડિયોને ઈન્ડોનેશિયાના સુમાત્રાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોવા મળે છે કે એક વાઘ પૂરનાં તેજ વહેણમાં ફસાયેલો છે, જ્યારે એક હાથી પાણીની વચ્ચે મજબૂતીથી ઊભો રહી તેની મદદ કરે છે. ત્યારબાદ વાઘ હાથીની સૂંઢનો સહારો લઈને એક જ છલાંગમાં તેની પીઠ પર ચડી જાય છે. પછી હાથી વાઘને પોતાની પીઠ પર બેસાડીને ધીમે-ધીમે આગળ વધતો જોવા મળે છે.

વીડિયોની સચ્ચાઈને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા

વીડિયો વાયરલ થયા બાદ તેની સચ્ચાઈને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે આ વીડિયો સંપૂર્ણપણે AI ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવ્યો છે, તેથી તેને સાચી ઘટના માનવી યોગ્ય નથી. જ્યારે કેટલાક લોકો તેને પ્રાણીઓ વચ્ચેની મદદ અને સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ ગણાવી રહ્યા છે.