Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Students chase and beat a professor who said "I Love You" to a student in the classroom across campus

VIDEO: પ્રોફેસરે ક્લાસરુમમાં વિદ્યાર્થીનીને કર્યું પ્રપોઝ, બહાર જઈને સ્ટુડન્ટ્સે સાહેબને ધોઈ નાખ્યા!

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કર્ણાટકની એક મેડિકલ કોલેજમાં એક આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા ક્લાસની સામે જ એક વિદ્યાર્થીનીને પ્રપોઝ કરવાનો મામલો સામે આવ્યો છે. તુમકુર સ્થિત શ્રી સિદ્ધાર્થ મેડિકલ કોલેજ (SSMC)માં આ ઘટના બાદ તણાવ ફેલાઈ ગયો હતો. વિદ્યાર્થીઓએ પ્રોફેસરની ધુલાઈ કરી નાખી હતી. આ ઘટના બાદ કોલેજે પ્રોફેસરને ફરજ પરથી સસ્પેન્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ કોલેજ કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરની છે.

App Store

આ રીતે કર્યું પ્રપોઝ

જ્યારે પ્રોફેસર વિદ્યાર્થીનીને પ્રપોઝ કરી રહ્યા હતા ત્યારે એક વિદ્યાર્થીએ તેનો વીડિયો બનાવી લીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રોફેસર કહી રહ્યા છે, ‘હું આ બેચ તરફથી મળેલા અપાર પ્રેમને રોકી શક્યો નહીં, અને હું તમારી બેચની છોકરીઓમાંથી એકને પ્રપોઝ કરવા માંગુ છું. અને હું આખી બેચને ચોકલેટ વહેંચીશ.’ અંતમાં પ્રોફેસર છોકરીને ‘આઈ લવ યુ’ કહેતા જોવા મળે છે.

વિદ્યાર્થીનીએ કર્યો વિરોધ

જેવા પ્રોફેસર પોડિયમ પરથી નીચે ઉતર્યા, વિદ્યાર્થીની તેમની સામે આવી ગઈ અને તેમને પ્રિન્સિપાલ સાથે વાત કરવા કહ્યું. જીભાજોડી દરમિયાન પ્રોફેસરે દાવો કર્યો હતો કે વિદ્યાર્થીનીએ પહેલા પ્રેમનો ઈઝહાર કર્યો હતો અને તેમની પાસે તેનો પુરાવો છે.

પ્રોફેસરે વિદ્યાર્થીનીને સામો પ્રશ્ન કર્યો, ‘શું તેં આઈ લવ યુ નહોતું કહ્યું?’ છોકરીએ પૂછ્યું, ‘મેં ક્યારે પ્રપોઝ કર્યું?’ તેમણે જવાબ આપ્યો, ‘સીસીટીવી ફૂટેજ છે.’ જ્યારે છોકરીએ પુરાવા બતાવવા કહ્યું, ત્યારે પ્રોફેસરે એમ કહીને વાત ટાળી દીધી કે, ‘હું તારી સાથે કાલે વાત કરીશ.’ છોકરીએ વાત કરવાની ના પાડી દીધી.

કેમ્પસમાં જેવી આ બાબતની જાણ થઈ, અન્ય વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા અને પ્રોફેસરને ઘેરી લીધા. પ્રોફેસર સાથે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી શરૂ થઈ ગઈ. કેમ્પસના અન્ય એક વીડિયોમાં વિદ્યાર્થીની પ્રોફેસરને જોડા (ચંપલ) વડે મારતી દેખાય છે, જ્યારે અન્ય લોકો પણ તેમના પર હુમલો કરી રહ્યા છે. પ્રોફેસરને આખા કેમ્પસમાં દોડાવવામાં આવ્યા અને તેમની કાર પાસે ફરીથી માર મારવામાં આવ્યો. પ્રોફેસર કોઈક રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા.