VIDEO: લ્યો બોલો! વચ્ચેથી ભાંગી ગયું E-SCOOTER, VIDEO સોશિયલ મીડિયા પર વાયરલ
ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રસ્તા વચ્ચે ઊભેલા એક ઈલેક્ટ્રિક સ્કૂટરની હાલત જોઈને લોકો પણ ચોંકી ગયા છે. સ્કૂટરનો આગળનો ભાગ તો યથાવત જોવા મળે છે, પરંતુ આખી બોડી અને બેટરીવાળો ભાગ નીચે લટકી જતાં સ્કૂટર જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે.
આ વીડિયો ક્યાંનો છે અને કઈ કંપનીના સ્કૂટરનો છે તેની સત્તાવાર માહિતી સામે આવી નથી. તેમજ આ સ્થિતિ અકસ્માતના કારણે સર્જાઈ છે કે કોઈ ટેક્નિકલ ખામીના કારણે, તેની પણ હજુ પુષ્ટિ થઈ નથી.
પરંતુ સોશિયલ મીડિયા પર લોકો રમુજી ટિપ્પણીઓનો વરસાદ કરી રહ્યા છે. કોઈ લખી રહ્યું છે, "સ્કૂટરે પોતે જ સર્વિસ મોડ ચાલુ કરી દીધો!" તો કોઈ કહે છે, "આ તો ટ્રાન્સફોર્મર બનવાની પ્રેક્ટિસ કરી રહ્યું છે." અન્ય એક યુઝરે લખ્યું, "બોડી એક તરફ, આત્મા બીજી તરફ!"
જોકે, વાયરલ વીડિયો જોઈને કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. ઘટનાનું સાચું કારણ શું છે તે સંબંધિત કંપની અથવા સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ત્યાં સુધી આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચા અને મજાકનું કેન્દ્ર બન્યો છે.

