VIDEO: છોટાઉદેપુર નગર પાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલીના જાતિના દાખલાના વિવાદમાં મામલતદારે નોટિસ પાઠવી
સોર્સ : GSTV
છોટાઉદેપુર નગર પાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલીના જાતિના દાખલાના વિવાદમાં મામલતદારે કડક વલણ અપનાવતા અંતિમ નોટિસ પાઠવી છે. બે વખત લેખિત જાણ કરવા છતાં દાખલા જમા ન કરાવતા, મામલતદાર કચેરીના નોટિસ બોર્ડ તેમજ પ્રમુખના નિવાસસ્થાને એક દિવસમાં અસલ દાખલા રજૂ કરવા માટેની નોટિસ ચોંટાડવામાં આવી છે. જો નિયત સમયમર્યાદામાં દાખલા જમા કરવામાં નહીં આવે, તો તંત્ર દ્વારા તે દાખલા રદ બાતલ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

