VIDEO : સિંહણે કર્યો શખ્સ પર જીવલેણ હુમલો, આ દૃશ્યો જોઈ તમે પણ વ્યક્તિને કહેશો મુર્ખ
તમે આ ફિલ્મી ડાયલોગ સાંભળ્યો જ હશે કે सोते हुए शेर को छेड़ना नहीं चाहिए जाग गया तो चीर—फाड़ देगा'. જો આપણે આ ડાયલોગનો શાબ્દિક અર્થ જોઈએ તો, આ વાક્ય પ્રાણીઓને બિનજરૂરી રીતે ખલેલ પહોંચાડવાની સલાહ આપવા વિશે છે. આ ડાયલોગને સાબિત કરતી એક ઘટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળે છે. વિડિયોનું સ્થાન સિંહણના પાંજરા જેવું લાગે છે જ્યાં સિંહણે એક માણસનો પગ પકડી લીધો છે. આ દરમિયાન બીજો એક વ્યક્તિ સિંહ પર લાકડી વડે હુમલો કરતો અને તેને છોડી દેવાનું કહેતો જોવા મળે છે.
તમે વાયરલ વિડિયોમાં જોઈ શકો છો કે બે શખ્સ સિંહના પાંજરામાં છે અને સિંહ એક શખ્સ પર જીવલેણ હુમલો કરી રહ્યો છે, જ્યારે બીજો વ્યક્તિ સિંહને લાકડી વડે એમ કહી રહ્યા છો કે મુકી દો...મુકી દો... છતાં સિંહ શખ્સનો પગ છોડવાનું નામ નથી લઈ રહ્યો. જોકે ઘણાં પ્રયત્ન બાદ સિંહે શખ્સનો પગ મુકી દીધો હતો. ત્યારે આ ઘટના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આ વાયરલ વિડિયોની પુષ્ટિ GSTV NEWS નથી કરતું.

