VIRAL VIDEO : હે ભગવાન! લાઇવ શોમાં ડાન્સરે મોં વડે જીવતી મરઘીનું માથું કાપ્યું, પછી પીધું લોહી...
આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં એક કાર્યક્રમ દરમિયાન એક એવી હેરાન કરનારી ઘટના બની હતી

આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં એક કાર્યક્રમ દરમિયાન એક એવી હેરાન કરનારી ઘટના બની હતી, જેના કારણે ત્યાં હાજર લોકો ચોંકી ગયા હતાં. સ્ટેજ પર વિષ્ણુ એન્ટરટેઈનમેન્ટ નામનું ડાન્સ ગ્રુપ પરફોર્મ કરી રહ્યું હતું. આ દરમિયાન એક ડાન્સરે જાહેરમાં જીવતી મરઘીનું માથું દાંત વડે કાપી નાખ્યું અને લોહી પીવાનું શરૂ કર્યું. આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ વાયરલ થયો છે, જેના આધારે પોલીસે કેસ નોંધ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં લાલ સાડી પહેરેલી ડાન્સર ડાન્સ ગ્રુપની વચ્ચે હાથમાં જીવતી મરઘી લઈને ડાન્સ કરતી જોઈ શકાય છે. આ ડાન્સર બીજી જ ક્ષણમાં ચોંકાવનારું કૃત્ય કરશે એવી કોઈને કલ્પના પણ નહોતી. આ પછી ડાન્સર મરઘીને બંને હાથથી પકડી રાખે છે અને પછી મરઘીના માથાને તેના દાંત વડે કાપે છે.
આ અસંસ્કારી કૃત્ય અહીં સમાપ્ત થતું નથી. ડાન્સર મરઘીનું લોહી પીવે છે અને તેના મોંમાંથી હવામાં છાંટવાનું શરૂ કરે છે. આ અત્યંત અસંવેદનશીલ કૃત્યનો વીડિયો તરત જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો, જેના પછી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ, આ વીડિયો એટલો ભયાનક છે કે જે અહીં તમને બતાવીશું.
એક બ્લોગ અનુસાર, લોકોના આક્રોશને પગલે સ્થાનિક પોલીસે ડાન્સ ગ્રુપ અને આયોજકો સામે કેસ નોંધ્યો છે. લોકોએ ફરિયાદ કરી હતી કે ડાન્સર જૂથે પ્રેક્ષકોની સામે આ અસંસ્કારી કૃત્ય કર્યું હતું, જેમાં નાના બાળકો પણ હતા. કલાકાર અને આયોજકો સામે ભારતીય દંડ સંહિતા (IPC) 1860ની કલમ 429 અને 34 અને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960ની કલમ 11 (1) હેઠળ FIR નોંધવામાં આવી છે.






