VIDEO: મોટેરા ખાતે થયેલી ડિમોલેશનની કાર્યવાહી પર ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલે સ્પષ્ટતા કરતા
સોર્સ : GSTV
અમદાવાદના મોટેરા ખાતે થયેલી ડિમોલેશનની કાર્યવાહી પર ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ કામગીરી હાઈકોર્ટના આદેશનું પાલન કરીને કરવામાં આવી છે. સરકાર દ્વારા જમીન સંપાદન પ્રક્રિયા મુજબ મકાન માલિકોને પૂરતું વળતર આપવામાં આવ્યું છે. જે લોકોની ૫૦ ચોરસ મીટરની જમીન હતી, તેમની સામે સરકારે ૬૧ ચોરસ મીટરના આવાસ ફાળવ્યા છે, અને જ્યાં સુધી નવું આવાસ ન મળે ત્યાં સુધી માસિક ૧૦ હજાર રૂપિયાનું ભાડું પણ ચૂકવવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ૩૭ ચોરસ મીટરની મંજૂરી સામે ૧૦૦ ચોરસ મીટરથી વધુનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું, જે દૂરો કરાયું છે. અત્યાર સુધી ૩૭ પૈકી સાત લોકોએ સ્વેચ્છાએ પોતાના આવાસ ખાલી કર્યા છે, જે પ્રક્રિયા સતત ચાલુ રહેશે.

