Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Child's head gets stuck in escalator news

VIDEO : એસ્કેલેટરમાં ફસાયું બાળકનું માથું, આ દૃશ્યો જોઈ તમે પણ ડરી જશો

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : viral video

ચીનના ચોંગકિંગનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળકનું માથું એસ્કેલેટર અને બાજુની દિવાલ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયું છે. આ ઘટના 16 જુલાઈ 2025ના રોજ બની હતી, પરંતુ સદનસીબે નજીકમાં હાજર લોકોએ તત્પરતા દાખવી અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું અને મોટી દુર્ઘટના ટળી ગઈ.

App Store

વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે બાળકનું માથું એસ્કેલેટર અને દિવાલ વચ્ચેના ફસાઇ ગયું છે, સદનસીબે લોકોએ સમયસર બાળક પર ધ્યાન આપ્યું અને તરત જ એસ્કેલેટર બંધ કરી દીધું.

જોકે, વાયરલ ક્લિપમાં તમે જોશો કે એસ્કેલેટર બંધ થયા પછી પણ બાળક પોતાનું માથું બહાર કાઢવા માટે સંઘર્ષ કરતો રહ્યો. પછી કેટલાક લોકો તેની મદદ માટે આગળ આવ્યા, અને એસ્કેલેટરની રેલિંગ ખેંચીને બાળકને કોઈ ઈજા વિના બહાર કાઢવામાં સફળ રહ્યા.