Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : car turned into robot; Seeing the amazing feat of magicians, people were reminded of the Hollywood film Transformers

VIRAL VIDEO: જોતજોતામાં કાર બની ગઈ રોબોટ; જાદુગરોનો અદ્ભુત કમાલ જોઈ લોકોને હોલીવુડની 'Transformers' ફિલ્મ યાદ આવી

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જાદુ હંમેશા આપણને આશ્ચર્યચકિત કરી દે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર જાદુના વીડિયો વાયરલ થતા રહે છે, જેને જોયા પછી લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો. હાલમાં આવી જ એક જાદુગરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર ઊભેલી એક કાર જોતજોતામાં રોબોટમાં ફેરવાઈ જાય છે.

App Store

જાદુગરોએ બતાવ્યો અદભુત કમાલ

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @robotic નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે, આ અદ્ભુત જાદુ પાછળ જર્મનીની પ્રખ્યાત જાદુગર જોડી ‘એર્લિચ બ્રધર્સ’નો હાથ છે. જેમણે તાજેતરમાં જ પોતાના લાઈવ શો દરમિયાન એવો કમાલ કરી બતાવ્યો કે જેને જોઈને દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગઈ.

જોતજોતામાં કાર રોબોટમાં બદલાઈ ગઈ

વીડિયોમાં જોઈ શકાય છે કે જાદુગરોએ સ્ટેજ પર ઊભેલી એક સામાન્ય કારને ક્ષણભરમાં એક વિશાળ રોબોટમાં ફેરવી દીધી. આ નજારો જોઈને લોકોને હોલીવુડની સુપરહિટ ફિલ્મ 'ટ્રાન્સફોર્મર્સ' યાદ આવી ગઈ. આ જાદુ જોયા પછી લોકો એ વિચારમાં પડી ગયા છે કે આ ખરેખર કોઈ જાદુ હતો કે પછી કોઈ ડિજિટલ ટ્રીક?

વીડિયોમાં તમે જોઈ શકો છો કે શો દરમિયાન સ્ટેજ પર એક કાર ઊભેલી દેખાય છે. અચાનક ધુમાડો, તેજસ્વી લાઈટો અને ધમાકેદાર મ્યુઝિકની વચ્ચે તે કાર ધીમે-ધીમે બદલાવા લાગે છે. થોડી જ વારમાં તે કાર સંપૂર્ણપણે બદલાઈને એક કદાવર રોબોટનું રૂપ ધારણ કરી લે છે. આ જાદુ જોઈને ત્યાં હાજર પ્રક્ષકો તાળીઓ પાડવા મજબૂર થઈ જાય છે.

કેવી રીતે થયો આ ચમત્કાર?

વીડિયોના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે જાદુગરોએ પોતે કહ્યું છે કે, આ કોઈ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નથી, પરંતુ એક અસલી લાઈવ પરફોર્મન્સ છે. એટલે કે આમાં કોઈ કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ નથી કરાયો, પરંતુ સ્ટેજ પર જ આ આખો બદલાવ વાસ્તવમાં થયો હતો.

જો કે, આ કોઈ અગમ્ય જાદુ જેવું લાગે છે, પરંતુ વાસ્તવમાં આ એક બહુ મોટું સ્ટેજ ઇલ્યુઝન છે. આ પરાક્રમ માટે ખાસ પ્રકારની મશીનરી, છુપાયેલા મેકેનિઝમ, લાઇટિંગ અને સ્મોક ઇફેક્ટ્સનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા પછી લોકો સોશિયલ મીડિયા પર જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ આ જાદુને અસલી 'Transformers' ગણાવી રહ્યું છે, તો કોઈ તેને માત્ર ભ્રમ કહી રહ્યું છે.